કોરોના મોળો પડ્યો:પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 12 થઈ, કુલ 201 દર્દી કોરોનાની સારવારમાં

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 11 પોઝિટિવ કેસ મળ્યા, ગ્રામ્યમાં 1 કેસ

ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં કોરોનાનો કહેર સતત ધીમો પડતો જાય છે. આજે ભાવનગર શહેરમાં 11 અને ગ્રામ્ય પંથકમાં એક મળીને છેલ્લા 24 કલાકમાં સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના 12 કેસ મળ્યા હતા. ગત જુલાઈ માસમાં રોજના સરેરાશ 20થી વધુ કેસ મળતા હતા તેની સામે હવે કેસની સંખ્યા ઘટવા લાગી છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક દર્દી કોરોના મુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં 179 અને તાલુકા ગ્રામ્ય ક્ષેત્રે 22 મળીને સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ 201 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમાં સાત દર્દી હોસ્પિટલમાં અને 194 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. ભાવનગર શહેરમાં હાલ 179 દર્દીઓ કોરોનાની સારવારમાં છે તે પૈકી ત્રણ દર્દી હોસ્પિટલમાં અને બાકીના 176 દર્દી ઘરે રહીને સારવાર કરાવી રહ્યા છે. ભાવનગર ગ્રામ્ય પંથકમાં આજે સિહોરના લવરડા ગામે 65 વર્ષે વૃદ્ધને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા જ્યારે ભાવનગરના હાથબ ગામે રહેતા 58 વર્ષની મહિલાને કોરોના મુક્ત જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...