પ્લાઝમા:સર ટી.માં પ્લાઝમા ડોનેશનનો આંકડો 162એ પહોંચ્યો , 5 મહિલાઓનો સમાવેશ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર.ટી હોસ્પિટલ ખાતે પ્લાઝમા ડોનેશન ની જાગૃતિને લઈને ડોનર ની સંખ્યા ઘણી વધી છે. અત્યાર સુધીમાં કુલ 162 લોકો દ્વારા પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું છે. જેમાં 5 મહિલાઓ નો સમાવેશ થાય છે. ખૂબ ઓછા લોકો દ્વારા બે થી ત્રણ વાર ડોનેશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લોકો ડોનેશન ને લઈને થોડા ડરના માહોલમાં હતા પરંતુ હવે જ્યારે મોકો મળે લોકો પ્લાઝમા ડોનેશન કરવા ઉત્સુક હોય છે.

આજરોજ સર.ટી ખાતે પ્લાઝમા ડોનેશન માટેની કીટ સવારથી ખાલી થઈ ગઈ હતી અને સર.ટી હોસ્પિટલ તંત્ર દ્વારા તરત જ 16 જેટલી કીટ મંગાવી લેવામાં આવી હતી. આ કીટ પ્લાઝમા ડોનેશન માં ઉપયોગી હોય છે અને ડોનેશન બાદ ફેંકી દેવી પડે છે. કીટ ન હોવાના લીધે કોઈ ડોનેશન અટક્યા નથી. ડોનેશન ની પ્રક્રિયા ડોનર તૈયાર હોય ત્યારે સતત શરૂ રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...