તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:તણાવથી પિરીયડ સાયકલના દર્દીઓ દોઢ ગણા વધ્યા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખો દિવસ ઘરમાં રહેતી મહિલાઓ ખોરાકમાં 25 ટકાનો ઘટાડો કરે, વજનમાં વધારો નડી શકે

ભાવનગર સહિત દેશભરમાં લોકો કોરોનાની મહામારી થી જજુમી રહ્યા છે. આવી પરિસ્થતિ માં મહિલાઓ મોટાભાગે ઘરમાં છે અને ખૂબ ઓછા લોકોને મળી રહી છે. ઘણી મહિલાઓ પોતાની નોકરી પણ ગુમાવી ચૂકી છે. આવા ઘણા કારણો નાં લીધે મહિલાઓમાં સ્ટ્રેસ નાં લીધે થતી હોર્મોનલ તકલીફો નું પ્રમાણ વધ્યું છે. આ તકલીફ માં સૌથી વધુ માસિક સાયકલ માં ફેરફાર થવાની છે. શહેર નાં સ્ત્રીરોગ નિષ્ણાતો નાં જણાવ્યા અનુસાર કોરોના થયો ત્યારથી આવા સ્ત્રી દર્દીઓમાં દોઢ ગણો વધારો થયો છે. પહેલા અંદાજે એક ડોકટર પાસે 5 થી 6 મહિલાઓ એક મહિનામાં આ તકલીફ માટે જતી હતી. જેની સંખ્યા હવે 9 ની આસપાસ પહોંચી છે.

કોઈપણ પ્રકારનો તણાવ પીચ્યુટરી ગ્રંથિ નાં સ્ત્રાવ ને અસર કરે છે આ ગ્રંથિ શરીર નું સાયકો ઈમોશનલ સેન્ટર પણ છે. તેના લીધે એલ.એચ નાં સ્ત્રાવ નાં થતો ફેરફાર પીરીયડ ઓવ્યુલેશન સાયકલ ને અસર કરે છે. આ સ્ત્રાવ ક્યાં સમયે થાય છે અને કેટલી માત્રા માં થાય છે તે પણ ખૂબ અગત્ય નું છે. જેથી પીરીયડ સાયકલ જે અંદાજે 28 થી 30 દિવસની હોય છે તે 35 થી 45 દિવસ ની થઈ જાય છે.

કેટલાક દર્દીઓમાં આ સાયકલ વહેલી આવતી પણ જોવા મળે છે. જે મહિલાઓ અત્યારે ઘરમાં બેઠી બેઠી કોઈપણ કસરત વિના ખોરાક આરોગે છે તેમને પીરીયડ સાયકલ ડિસ્ટર્બ થવાનું સૌથી વધુ જોખમ છે. મહિલાઓ નાં વજન માં થતો વધારો પીરીયડ સાયકલ માં ખૂબ ખરાબ અસર કરે છે. આમ તો કોરોનાથી અસંખ્ય નુકશાની થાય છે તેમાં વિવિધ કારણોસર મહિલાઓમાં માસિકચક્ર ખોરવાઈ જવાના બનાવો વધ્યા છે.

ખૂબ તેલવાળું, તીખું કે કાર્બોહાયડ્રેટવાળું ન ખાવું જોઈએ
મોટાભાગની મહિલાઓ જોબ છુટી ગઈ હોય, ઘર માં કોરોના માં કોઈના મૃત્યુ થાય હોય , લોકોને મળી ન શકતા હોય જેવા અનેક કારણોસર તણાવ અનુભવતી હોય છે. જે મહિલાઓ સતત ઘરમાં છે અને ખૂબ તેલ વાળું, તીખું કે કાર્બોહાયડ્રેટ વાળો ખોરાક ન લેવો જોઈએ. વજન ન વધે તેનું ધ્યાન ખાસ રાખવું જોઈએ અને કસરત તથા પ્રાણાયામ કરવા જોઈએ અને જો વધારે પ્રમાણમાં ઘરે જ રહેવાનું થતું હોય તો ખોરાકમાં 25 ટકાનો ખાસ ઘટાડો કરવો જોઈએ. - ડો.ડિમ્પલ મહેતા, સ્ત્રીરોગ નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...