તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની અસર:કોરોનાને કારણે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં એક મહિનામાં ઓપીડી સંખ્યા 50 ટકા ઘટી: હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર

ભાવનગર9 મહિનો પહેલા
સર ટી. હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા 50 ટકા ઘટી ગઇ છે (ફાઇલ તસવીર)
  • જૂના દર્દીઓને બે માસની દવા લખી આપવામાં આવે છે એટલે તેઓને વારંવાર હોસ્પિટવ આવવું પડતું નથી
  • અકસ્માત, મારામારી, હત્યા, લૂંટ જેવી ઘટનાઓ અને પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયો

કોરોનાને કારણે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં એક જ મહિનામાં ઓપીડીની સંખ્યા ઘટીને 50 ચકા થઇ ગઇ છે. સર.ટી હોસ્પિટલના એડમિનિસ્ટેટર હાર્દિકભાઈએ આપેલી આંકડાકીય માહિતી મુજબ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં સરેરાશ ઓપીડી 45000 દર્દીઓની ચોપડે નોંધાય છે. જ્યારે એપ્રિલમાં 18114 અને માર્ચમાં આજદિન સુધીમાં 7550 જેવી નોંધાય છે. ગત વર્ષના આ મહીનાઓની તુલનામાં 50 ટકા જેવો ઘટાડો થયો છે. જે ઘટાડો લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્કને આભારી છે. 

સ્મશાનમાં પણ અગ્નિદાહની સંખ્યા  27 ટકા ઘટી  

સર ટી. હોસ્પિટલમાં આ સમયમાં ખાસ સિનિયર સિટીઝન અને ડાયાબીટીસ, બીપીના દર્દીઓના માત્ર જૂના કેસ પર બે માસની દવા આપવામાં છે. જેથી તેને વારંવાર આ બાબતે દવાખાનામાં આવવું ન પડે અને કોઈ ઇન્ફેકશનનો ભોગ ન બને. જ્યારે મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં કાર્યરત હેલ્થ સેન્ટર પર સર ટી. હોસ્પિટલના ડોક્ટર હાજર રહે છે અને દર્દીઓની તપાસ કરી દવાઓ આપવામાં આવે છે. જેથી લોકોને ઘણી રાહત મળી રહી છે. ભાવનગરમાં સિંઘુનગર, કુંભારવાડા, ચિત્રા અને સુભાષનગર વિસ્તારમાં સ્મશાનો આવેલા છે. સિંધુનગર સ્મશાન ગૃહના પ્રમુખ મનસુખભાઈ પજવાણીએ જણાવ્યું હતું કે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં સરેરાશ 126 લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જેમાં પણ એપ્રિલ અને મેં માસમાં  27 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જે પણ લોકોના સારા બની રહેલા સ્વાસ્થ્યની એક નિશાની છે. આમ કોરોનાના કહેર વચ્ચે અનેક પ્રકારની મહેરનો પણ અહેસાસ લોકો કરી રહ્યા છે.

પ્રદૂષણમાં ઘટાડો થતા દૂર દૂર સુધીમાં ડુંગરો પણ દેખાવા લાગ્યાઅગાઉ બનતી રોજબરોજની ઘટનાઓને નજર અંદાજ કરી માત્ર કોરોનાના આંકડા પર નજર રાખી રહ્યાં છીએ. જ્યારે  ઋતુજન્ય રોગચાળો, અકસ્માત, મારામારી, હત્યા, લૂંટ જેવી

ઘટનાઓ અને પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દુનિયા એક એવી મુસીબતમાં મુકાઈ છે જેનો નીવડો હજુ નજીકના ભવિષ્યમાં નજરે પડતો નથી. પરંતુ ભવિષ્યની સાથે સાથે વર્તમાન અને ભૂતકાળની સરખામણી કરીએ તો આ મહામારીના કારણે અનેક બાબતોમાં અકલ્પનીય ફાયદો પણ નજરે પડી રહ્યો છે. સામાન્ય રીતે હાલના કોરોનાના કારણે થતા મોતના રોજીંદા આંક આપણને પ્રભાવિત કરી રહ્યા છે. કારણ કે આપણે અન્ય બીમારીઓને આટલી ગંભીરતાથી નથી લેતા. જ્યારે હકીકત એ છે અન્ય બીમારીઓના કારણે થતા મોતનો આંક કોરોનાના આંક કરતા ઘણો વિશાળ હોય છે. પરંતુ આપણે આ કોરોનાના કહેર વચ્ચે વિવિધ મહેર થઇ છે તેની નોંધ લેવી પડે તેવી સ્થિતિ છે.  લોકડાઉનમાં વાહનોની અવરજવર સાવ નહીંવત બની જતા તેમજ વિવિધ કારખાનો ફેક્ટરીઓ બંધ થતા પ્રદૂષણની માત્રામાં ભારે ઘટાડો થયો છે અને દૂર દૂર સુધીના ડુંગરો નિહાળી શકાય છે. નદીઓનું ગંદુ પાણી પણ સ્વચ્છ થઇ ગયું છે એટલે કે કરોડોના ખર્ચે જે ગંગા સાફ ન થઇ તેને કોરોનાના કહેરે કરી બતાવી.  વાહનોની અવરજવર નહીંવત બનતા અકસ્માતોની સંખ્યા પણ સાવ ઘટી અને રોજીંદા જીવનમાં લોકોના અકસ્માતમાં ઈજાઓ અને મોતની સંખ્યા પણ નહીં બરાબર થઇ છે. 

લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો

આ પ્રદૂષણમાં ઘટાડો થતા લોકોએ શુદ્ધ હવાનો અનુભવ કર્યો અને જેની સાથોસાથ લોકોમાં જાગૃતિ આવતા શરીરની વધુ કાળજી લેવા લાગતા લોકોની રોગપ્રતિકારક શક્તિઓમાં આપોઆપ વધારો થયો છે. આ રોગપ્રતિકારક શક્તિના વધારાથી સામાન્ય રીતે સીઝનલ બીમારીઓ સામે એક સુરક્ષા કવચ ઉભું થયું છે. જે તાવ, શરદી, ઝાડા, ઉલટી, પાણીજન્ય રોગો સામે લડી લોકોને સહજ રીતે આવી બીમારીઓથી દૂર કર્યા છે. સાથેસાથે પ્રદૂષણના ઘટાડાથી શ્વાસના દર્દીઓને પણ રાહત મળી છે. લોકડાઉનના કારણે લોકોને ઘરમાં જ રહેવું પડતું હોય છે. હીટવેવના કારણે રોગચાળો પ્રસર્યો નથી. મોતની ઘટના હજુ બનવા પામી નથી. જ્યારે સામાન્ય દિવસોમાં પોલીસ ગુનાહિત કૃત્યોને ડામવા કે ગુનાના ભેદ ઉકેલવા કાર્યરત હોય છે તેના બદલે તે કોરોના લોકડાઉનમાં વ્યવસ્થા જાળવવા વ્યસ્ત છે અને લોકડાઉનના કારણે ગુનાહિત કૃત્યો જેવા કે મારામારી, હત્યા, રેપ જેવા બનાવો પણ નહીંવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આમ દિવસોમાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતી જોવા મળતી હોય છે. જે કોરોનાના કહેર વચ્ચે આવું નજરે પડતું નથી. 

(ભરત વ્યાસ, ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો