તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લામાં એક માત્ર તળાજા સિવાય એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓની સંખ્યા જીરો

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા,સિહોર,વલભીપુર,ગારિયાધાર તાલુકામાં એક અઠવાડીયામાં એક પણ કેસ નહીં
  • બીજી લહેરમાં એપ્રિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ મેના છેલ્લા અઠવાડીયામાં ઘટાડો

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં એક પણ ગામ એવું નહીં હોય જયાં કોરોનાએ હાહાકાર મચાવ્યો ન હોય.એપ્રિલ અને મે મહિનામાં કોરોનાએ લોકોના જીવ અધ્ધર કરી લીધા હતા અને અસંખ્ય લોકોના મોત નિપજતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા બાદમાં મે મહિનામાં છેલ્લા પંદર દિવસથી પોઝીટીવ કેસની સંખ્યા ઘટતી જતા લોકોમાં અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લામાં હાલમાં એક માત્ર તળાજા સિવાય કોરોના કેસની સંખ્યા જીરો થવા આવી છે.

એક સમય એવો હતો કે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા અસંખ્ય હતી જેથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું બાદમાં તંત્ર દ્વારા લોકોની સલામતિ માટે લેવાયેલા પગલાથી પોઝીટીવ કેસની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો હતો.મહુવા તાલુકાના એક પણ ગામમાં છેલ્લા અઠવાડીયામાં કોરોનાનો એક પણ કેસ આવેલ ન હોવાનું તાલુકા હેલ્થ ઓફીસર ડો.કણઝરીયા દ્વારા જણાવાયું હતું.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર અને 45 વર્ષ ઉપરના લોકોને રસીકરણ કરવાનું કામ શરૂ છે.

દરેક ગ્રામ્ય લેવલે આરોગ્ય કર્મચારીઓની ટીમ સર્વે કરી બાકી રહેલા 45 વર્ષ ઉપરના લાભાર્થીને વેક્સીનેશન કરાવે છે. કુલ 58 હજાર લોકોને વેકસીનેશન કરવામાં આવ્યુ છે. જેમાં 45+ ના 44 હજાર અને ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કર 14 હજારનો સમાવેશ થાય છે.

ગારીયાધાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુરેશ પોકળએ જણાવ્યું હતુ કે છેલ્લા એક અઠવાડિયા માં એક પણ કેસ નોધાયો નથી.છેલ્લા 10 દિવસ થી કોરોના પોઝીટીના રિપોર્ટ આવ્યા નથી.કોરોનાં ની બીજી લહેરમાં ગારીયાધાર તાલુકામાં અંદાજે 150 થી 200 કેસ નોંધાયા છે.ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બાબતે ગ્રામજનોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.મોટા ભાગના લોકો રસીકરણ ગ્રામ્ય વિસ્તારમાં લેતા નથી.

વલભીપુર તાલુકામાં કોરોના કાબુમાં આવતા હાશકારો
વલભીપુર શહેર અને તાલુકાના ગામડાઓમાં હાલ કોરોના કેસો જીરો છે. શહેર કે ગામડાઓમાંથી એક પણ કેસ છેલ્લા 6 દિવસથી સરકારી ચોપડે નોંધાયા નથી. જે મોટી રાહત સમાન સુખદ સમાચાર છે. જો કે માર્ચ-એપ્રીલ 2021 ના સમયગાળા દરમ્યાન કોરોનોએ વલભીપુર શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો.

વલભીપુર સામૂહીક આરોગ્ય કેન્દ્રના વોર્ડમાં છેલ્લા 6 દિવસ દરમ્યાન સામાન્ય લક્ષણો કે ઓકસીઝન જરૂરીયાત વાળા કોરોનાના એકપણ દર્દીને દાખલ કરવામાં આવેલ નથી.વલભીપુર સીએચસીના ઇન્ચાર્જ સુપ્રિ.ડો.સોલંકીએ જણાવ્યું હતું.વલભીપુરમાં અને આસપાસના ગ્રામ્ય એરીયામાં હાલ કોરાનાનાં કેસો એકદમ શૂન્ય લેવલ ઉપર છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં એકપણ કોરોનાના ઈન્ડોર પેશન્ટ તરીકે એડમીટ નથી.

સિહોર પંથકમાં લોકોએ લીધો રાહતનો શ્વાસ
એપ્રિલના મધ્યથી મેના મધ્ય સુધી કોરોનાની બીજી લહેર જોવા મળતી હતી. અને મેના અંત સુધીમાં ધીમે ધીમે કોરોના કાબુમાં આવી ગયો. અત્યારે સિહોર શહેર અને તાલુકામાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે.

હાલમાં સિહોર તાલુકામાં એક સપ્તાહમાં કોરોના પોઝીટીવના એકપણ કેસ નોંધાયા નથી.સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બીજી લહેરમાં સણોસરા પંથકમાં અંદાજે 6થી 8 મોત હતા. જયારે ટાણા ગામે અંદાજે 5થી 6 મરણ થયા અને હાલમાં કેસ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં તળાજા વિસ્તારમાં 11 પોઝીટીવ કેસ
કોરોનાએ સમગ્ર ભાવનગરમાં ભારે હાહાકાર મચાવ્યો છે. એક લહેર બાદ બીજી લહેરમાં અસંખ્ય પોઝીટીવ કેસની સાથે મૃત્યુનું પ્રમાણ પણ બેહદ વધી ગયું હતું.બીજી લહેરમાં તો કોરોનાએ તળાજા તાલુકમાં હાહાકાર મચાવ્યો હતો. તળાજા શહેર તાલુકામાં બીજી લહેરમાં કોરોનાના કુલ 1190 પોઝીટીવ કેસ નોંધાયેલ હતા જેમાં 11 દર્દીઓનાં મોત પણ નિપજયા હતા બાદમાં છેલ્લા એક અઠવાડીયામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યા એકદમ ઘટી જતા લોકોએ હાશકારો લીધો હતો.

બીજી લહેરમાં તળાજા શહેર અને તાલુકાનાં 117 ગામોમાં કોરોનાની ઘટતી અસરમાં છેલ્લા અઠવાડીયામાં તળાજા શહેરમાં 2 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં કઠવામાં 2 કેસ, તથા દાઠા, ત્રાપજ, અલંગ, સરતાનપર, બપાડા, મણાર અને સોંસીયા તમામ ગામોમાં માત્ર 1 કેસ જયારે બાકીનાં ગામોમાં કોઇપણ કેસ નોંધાયા નથી.

અન્ય સમાચારો પણ છે...