ભાવનગર કોરોના LIVE:જિલ્લામાં આજે 255 નવા કેસ નોંધાતા ફફડાટ, એક્ટિવ કેસનો આંક 1100ને નજીક પહોંચ્યો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 57 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 255 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 1100ને નજીક પહોંચી ચૂક્યો છે. ભાવનગર શહેરમાં આજે 225 નવા કેસ નોંધાયા હતા જેમાં 117 પુરુષનો અને 108 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 51 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 30 કેસ નોંધાયા હતા, જ્યારે ગ્રામ્યમાં 6 દર્દીઓએ કોરોનાને માત આપી હતી,

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 51 અને તાલુકાઓમાં 06 કેસ મળી કુલ 57 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 943 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 154 દર્દી મળી કુલ 1097 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 22 હજાર 829 કેસ પૈકી હાલ 1097 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 301 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...