તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:એક જ દિવસમાં રાતનું તાપમાન 4.6 ડિગ્રી વધ્યું

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું
 • રાત્રે ઉષ્ણતામાન 20.6 ડિગ્રી હતુ તે 24 કલાકમાં વધીને 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું

ભાવનગર શહેરમાં આજે એક જ દિવસમાં રાતના ઉષ્ણતામાનમાં 4.6 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતાં રાત્રે પણ ફૂલ સ્પીડે પંખા અને એસી ફરવા લાગ્યા છે. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે એક જ દિવસમાં 4.6 ડિગ્રી વધીને આજે 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં આજે પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 39.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે નજીવું ઘટીને 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે 12 કિલોમીટર હતી તે આજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 12 ટકા હતુ તે આજે ઘટીને 11 ટકા થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં આકરા ઉનાળાનો આરંભ થઇ ગયો છે અને હવે આગામી સપ્તાહમાં ગરમીનો પારો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઇ તટના વિસ્તારોમાં 40 ડિગ્રીને આંબી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો