હવામાન:રાત્રિનું તાપમાન 1.8 ડિગ્રી ઘટ્યું તીવ્ર ઠંડી માટે રાહ જોવી પડશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા નોંધાયુ
  • લઘુત્તમ ઉષ્ણતામાન 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયુ, પવનની ઝડપ ઘટીને ચાર કિલોમીટર થઇ

ભાવનગર શહેરમાં સતત ચારેક દિવસ રાત્રે ઉષ્ણતામાનમાં વધારો થયા બાદ હવે આખરે હવે રાત્રે ઉષ્ણતામાનમાં ઘટાડો થયો છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાકમાં 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ ઘટીને ચાર કિલોમીટર થઇ ગઇ હતી. આગામી દિવસોમાં ઉત્તરના ઠંડા પવનની ગતિ વધશે એટલે શહેરમાં ઠંડીનો માહોલ જામશે. બાકી હાલ તો રાત્રે ઠંડી નથી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે નજીવું ઘટીને 33.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયા બાદ આજે તેમાં 1.8 ડિગ્રીનો ઘટાડો થઇને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 56 ટકા હતુ તે આજે ઘટીને 48 ટકા થઇ ગયું હતુ. શહેરમાં ગઇ કાલે પવનની ગતિ 6 કિલોમીટર નોંધાયેલી તે આજે ઘટીને 4 કિલોમીટર થઇ ગઇ હતી. શહેરમાં નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધી ઠંડીનો પારો 17 ડિગ્રી સુધી પહોચી ગયો હતો.

જોકે અરબ સાગરમાં લો પ્રેશર ડેવલપ થતા ઠંડી ઘટી ગઈ હતી. લો પ્રેશરની અસર તેમજ પવનોની દિશા બદલાઇને નોર્થે- વેસ્ટની થતાં ઠંડીનો જોર ઘટ્યું છે. જ્યારે ડિસેમ્બરમાં ઉત્તરના ઠંડા પવનો ફુંકાવાનું ચાલુ થતા ઠંડીની તીવ્રતા વધશે.

અન્ય સમાચારો પણ છે...