ચર્ચાનો મુદ્દો:ઈ.સ.2025 સુધીમાં ધો.12 સુધી લાગુ થઈ જશે નવી શિક્ષણ નીતિ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરેશભાઈ  ત્રિવેદી શિક્ષણવિદ્દ - Divya Bhaskar
પરેશભાઈ ત્રિવેદી શિક્ષણવિદ્દ
  • નિષ્ઠાવાન બનો તો જ નવી નીતિ સફળ થશે
  • આઝાદી બાદના શિક્ષણની ગઈકાલ ધૂંધળી, વર્તમાનમાં મળ્યો નવો રાહ, ભવિષ્ય ઉજ્જવળ

શિક્ષણ એ હંમેશા સમાજના લોકોને માટે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શિક્ષણ વિશે કાંઈજ ખબર ન પડતી હોય છતાં શિક્ષણ વિશે અભિપ્રાયો આપવામાં આગળ જ હોય તેવા અનેક બની બેઠેલા શિક્ષણવિદો છે. આજે આપણે શિક્ષણની ગઈકાલ, આજ અને આવતીકાલની વાત કરીશું. ગઈકાલે એટલે ઋષિમુનીઓ વખતની ગુરૂકુળ પરંપરાની વાત નથી કરવી પરંતુ આપણી એક-બે પેઢી પહેલાંની જ વાત કરીએ તો ત્યારે ભણતરની સાથે ગણતર હતું તેમ કહી શકાય.

આઝાદી પૂર્વે પણ શિક્ષણ એ ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિને ઉજાગર કરનારું પણ નિતિમત્તાથી ભરપૂર હતું. 1967માં કોઠારી કમિશને નવી શિક્ષણ નીતિ આપી. જેનો સ્વીકાર કરીને શિક્ષણપદ્ધતિમાં બદલાવ આવ્યો. ત્રિભાષા પદ્ધતિ અને અન્ય બાબતો પ્રસ્થાપિત થઈ 1985માં ફરીથી સંશોધન થઈને નવી શિક્ષણ નીતિ આવી જે 2020 સુધી ચાલી. આટલા વર્ષો સુધી ચાલી છતાં 2020 સુધી એ નવી શિક્ષણનીતિ જ ગણાઈ એ ક્યારેય જૂની ન થઈ! વચ્ચે વચ્ચે તેમાં સમયાંતરે એમેડમેન્ટ (સુધારાઓ) થતા રહ્યા.

અંગ્રેજીના મોહના કારણે અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધવા લાગી. વિવિધ ક્ષેત્રોમાં સ્કોલર વિદ્યાર્થીઓની વિદેશમાં અભ્યાસની સ્થાયી થવાની વૃત્તિ પણ અંગ્રેજી માધ્યમ માટે જવાબદાર છે. અત્યાર સુધી દેશમાં પ્રધાન મંડળમાં કોઈ શિક્ષણ મંત્રી ન હતા. તે માનવ સંસાધન વિકાસ મંત્રી કહેવાતા આ બાબત પણ નોંધનીય છે. ગુજરાતમાં તો આ તમામ સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા ચાલે છે અને તે પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તો ચેરિટી કોની થાય છે તે સૌ જાણે છે !

અનેક પ્રકારની સ્કોલરશીપની યોજનાઓ, કન્યા કેળવણી નિ:શુલ્ક, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જ્ઞાનોત્સવ તથા જ્ઞાનકુંજ જેવા પ્રોજેક્ટથી હવે સરકારી શાળાઓ સ્માર્ટ બનવા લાગી છે. 2020માં નવી શિક્ષણનિતી આવી છે પણ તેનું નામ અગાઉ New Education Policy રાખાતું હતું તેવું નથી રખાયું પરંતુ National Education Policy રખાયું છે. તેથી આ NEP-2020 સો આ આશા જન્માવે છે. વળી આ પોલિસી કસ્તુરીરંજન જેવા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારાબનાવવામાં આવી છે.

જે મુદ્દાઓમાં સમાવેશ થાય છે. તેમાં બાલમંદિરને પણ શિક્ષણના સેકટરમાં આવરી લેવાયું છે. ઉપરાંત માતૃભાષાને વિશેષ મહત્વ સાથે સ્કીલ બેઇઝડ એજ્યુકેશનને મહત્વ આપવામાં આવ્યું છે. 3+5+3+4ની ફોર્મ્યુલા અમલ આવશે શિક્ષણમાં ફેરફાર કરવાનો આ સંનિષ્ઠ પ્રયત્ન છે. ઉચ્ચ શિક્ષણમાં દરેક વિદ્યાર્થીને મનગમતા વિષયોની પસંદગી મળે તથા ઇન્ટીગ્રેટેડ કોર્સીસને વધુ મહત્વ મળે તેવું માળખુ છે.લાખો લોકોના સુચનો ધ્યાનમાં લઇને આ NEP-2020 બની છે. જેનેસમાજમાંથી ખૂબ જ આવકાર મળી રહ્યું છે.

આપણા આ NEP સંદર્ભે ખૂબ આશાવાદી રહી શકીએ તેવું સુંદર આયોજન દેખાઇ રહ્યુ઼ છે. 2025 સુધીમાં ધો.12 સુધી NEP લાગુ પડી જશે. 2030 સુધી 100 % સાક્ષરતાનું લક્ષ્ય છે. 2035 પછી પુન: સમીક્ષા પણ થશે આમ શિક્ષણના એક નવા આધ્યાયની શરૂઆત થઇ રહી છે. ત્યારે એમ કહી શકાય છે કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સંસ્કારીતાનો સુભગ સમન્વય કરીને આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળુ શિક્ષણ આપણી રાહ જોઇ રહ્યું છે. તમામ લોકો આ સંદર્ભે નિષ્ઠાપૂર્વક કામ કરશે તો જ આમાં સફળતા મળશે.

અન્ય સમાચારો પણ છે...