તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલનને સીપીએમ દ્વારા સમર્થન અપાયું

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સીપીએમ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર આપ્યા બાદ જણાવ્યું હતું કે, ખેડૂતોનું આંદોલન એ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર જનતાનું આંદોલન છે.

કેન્દ્ર સરકાર દ્વારા માત્રને માત્ર મોટા ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને તથા વિદેશી કોર્પોરેટ કંપનીઓને આ દેશની ખેતી અને ખેત ઉત્પાદનોનો વેપાર સોંપી દેવા માટે અને આ કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી બેફામ સંગ્રહખોરી કરીને જનતાને લૂંટવાનો પરવાનો આપતો કાયદો પસાર કરેલ છે. જેનો અમે વિરોધ નોંધાવીએ છીએ. સરકારે નવો ઇલેક્ટ્રિસિટી એક્ટ પસાર કરતા વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે પણ મહાકાય વિદેશી કંપનીઓ માટે દરવાજા ખોલી દેતાં ખાનગીકરણના કારણે ખેડૂતોને કોમર્શિયલ દરે વીજળી અપાશે. રહેણાક અને ઉદ્યોગ વેપારમાં વીજબિલમાં જંગી વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો