આયોજન:કર્મચારી મહાસંઘનું રાષ્ટ્રીય અધિવેશન કાલથી બે દિવસ ભાવનગરમાં યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ભારતમાંથી જુદા જુદા 18 રાજ્યોના પ્રતિનિધિઓ કર્મચારીઓના પ્રશ્ને ચર્ચા કરી ઠરાવ કરશે

ભારતીય સ્વાયતશાસિ કર્મચારી મહાસંઘનું 13 મું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના યજમાન પદે આગામી તારીખ 21 અને 22 ના રોજ ભાવનગરના સિંધુનગર રાજાઈ હોલ ખાતે યોજાશે.\n ભાવનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આગામી તારીખ 21 ને શનિવારે સવારે 10 કલાકે થશે.

આ અધિવેશનમાં અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા અને અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એસ.ભાટીજી ઉપસ્થિત રહેશે. તદુપરાંત મહાસંઘના પ્રભારી એમ.પી.સિંગ, એસ.એસ.ડિક્કી, મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.

અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા 18 રાજ્યોની નગરપાલિકા અને મહાનગરપાલિકાની 200થી વધુ પ્રતિનિધિઓ બે દિવસ તો સમયમાં કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોની ગહન ચર્ચા કરી ઠરાવો કરવામાં આવશે. જેને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી નિયમિત ભરતી કરવી, દરેક નગરપાલિકામાં એક સમાન પગાર પંચ તથા એક સમાન પગારધોરણ રાખવું, સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવી, પાલિકામાં મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા સહિતના પ્રશ્ન અધિવેશનમાં રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...