તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:અજમેરી પરિવારના લાચાર વૃદ્ધની જવાબદારી મુસ્લિમ સમાજ ઉઠાવશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર અકસ્માતમાં જમાલભાઈએ ગુમાવ્યો આખો પરિવાર
  • ઝોકુ આવી જવાથી અકસ્માત થયાની ટ્રક ચાલકે કબુલાત કરી

અકસ્માતમાં પરિવારના તમામ સભ્યોને ગુમાવીને જીવનમાં એકલા પડી ગયેલા જમાલભાઈને મુસ્લિમ સમાજ દ્વારા સંપૂર્ણ સાચવવામાં આવશે. મુસ્લિમ આગેવાન આરીફભાઈ કાલવાએ જણાવ્યું કે, તેમને આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવશે નહીં. તેમની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તારાપુર નજીક અકસ્માતમાં વરતેજના આદમજીનગર વિસ્તારમાં રહેતા જમાલભાઈએ પુત્ર-પુત્રવધુ,પૌત્ર, દીકરી, જમાઈ અને ભાણેજને ગુમાવ્યા છે. તે પરિસ્થિતિમાં તેઓ એકલા ન પડે તેની જવાબદારી મુસ્લિમ સમાજ દ્વારા ઉઠાવી લેવામાં આવી છે. વડાપ્રધાન ઉપરાંત અનેક સંગઠનો દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. પરંતુ માત્ર આર્થિક સહાય જ નહિ જીવનમાં હૂંફ અને પ્રેમની પણ જરૂર પડતી હોય છે, તો તેની ખોટ જમાલભાઈને ન પડે તેની તકેદારી રાખવામાં આવશે.

જ્યારે બીજી તરફ અકસ્માત સર્જીને ફરાર થયેલા ડ્રાઈવર રાજા બગલ (રહે.નાર, મધ્યપ્રદેશ)ને તારાપુર પોલીસે પેટલાદથી ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલકે પુછપરછમાં કબુલાત આપી હતી કે, તેને ઝોકું આવી જવાથી ટ્રક પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ તારાપુર પોલીસ દ્વારા આરોપી ટ્રક ડ્રાઈવરના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...