તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉઘરાણાથી ઉદ્યોગ ત્રસ્ત:કરોડોની હાઉસિંગ સેસ વસુલતુ તંત્ર કોલોનીનો પૂર્ણ ઉપયોગ કરતું નથી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કામ કરી રહેલા પરપ્રાંતિય કામદારો માટેની સારી આવાસ યોજના માટે વર્ષોથી સરકાર, તંત્ર અને ઉદ્યોગ માથાપચ્ચી કરી રહ્યા હતા. અંતે 1008 લોકોને સમાવી શકાય તેવી ક્ષમતા વાળી સુવિધા સભર હાઉસિંગ કોલોની ઉપલબ્ધ છે તો હવે તેમાં કામદારો રહેવા આવતા નથી.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા પ્રતિ જહાજ હાઉસિંગ સેસ વસુલવામાં આવે છે અને તેમાંથી 1008 કામદારોને સમાવી શકાય તેવી લેબર હાઉસિંગ કોલોની બનાવવામાં પણ આવી પરંતુ તેનો પૂર્ણત: ઉયોગ હજુ થઇ શકતો નથી. પ્રથમ તબક્કાની હાઉસિંગ કોલોનીનું સ્થળ પણ દૂર હોવાથી અને બે-ત્રણ ઔદ્યોગિક જૂથોના કામદારોને બાદ કરતા અન્ય માટે પરિવહનની કોઇ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. તેથી કામદારો જ્યાં કામ કરતા હોય તે પ્લોટની સામના ભાગમાં ઝુંપડીઓ બનાવીને વસવાટ કરે છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હાઉસિંગ કોલોની બને તેના માટે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટર મીનિસ્ટરીયલ કમિટીની પણ રચના કરવામાં આવેલી હતી અને તેની વર્ષો સુધી ચાલેલી બેઠકો, મંત્રણાઓ બાદ કામદાર તાલીમ સંકુલની સામેના ભાગના મેદાનમાં પ્રથમ તબક્કાની કોલોની બનાવવામાં આવેલી છે.

જીએમબીના નિવૃત્ત અધિકારી વાય.એમ.ત્રિવેદીના મતે કામદારો માટે 10-15 પ્લોટના અંતરે ઓછી ક્ષમતાની કોલોનીઓ બનાવવામાં આવે તો કામદારોના પરિવહનની સમસ્યા પણ રહે નહીં અને પ્રાંત પ્રમાણેના કામદારોને સમાવી શકાય.

બીજી તરફ શિપબ્રેકરો સતત માંગણી કરી રહ્યા છે હાઉસિંગ સેસની રકમ ઉઘરાવવાનું બંધ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...