181ની કામગીરી:માતાએ કામધંધે જવાનું કહેતા ઘરમાંથી કાઢી મુકી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાએ 181ની ફોન કરી મદદ માંગી, હેરાન કરતા 25 વર્ષીય દિકરાને 181એ પાઠ ભણાવ્યો

પૈસા નહી કમાઈ બેસી રહેવાની વૃત્તિ ધરાવતા શહેરના કુંભારવાડા વિસ્તારના એક યુવકના તેની માતાએ માવો ખાવા પૈસા નહી આપી કામધંધો કરવાનું કહેતા યુવકે તેને ઘરમાંથી કાઢી મુકતા માતાએ 181ની મદદ લીધી હતી. 181ની શાંતિથી સમજાવટ છતાં યુવક નહી સમજતા અંતે બોરતળાવ પોલીસને સોંપ્યા બાદ તેની શાન ઠેકાણે આવી હતી.

માં-બાપ મજુરી કરીને પોતાને પાળે તેવી નહી કમાવવાની વૃત્તિ ધરાવતા કુંભારવાડા વિસ્તારના એક 25 વર્ષિય યુવકે આજે સવારે માવો ખાવા માટે પોતાની માતા પાસે 20 રૂપિયા માંગ્યા, જેથી માતાએ તેને નવરા બેસવા કરતા કંઈ કામધંધો કરવાનું કહેતા માતાને ઘરમાંથી કાઢી અંદરથી તાળું મારી દીધું હતું.

જેથી માતાએ 181ની મદદ લેતા અભયમના કાઉન્સેલર હિનાબેન મકવાણા, કોન્સ્ટેબલ પુર્ણાબા તથા પાયલોટ અતુલભાઈએ સ્થળ પર જઈ યુવકને સમજાવ્યો પરંતુ ઉલ્ટા ચોર કોતવાલ કો ડાઁટે તેવો ઘાટ સર્જાયો હતો. યુવકે 181ની ટીમને તમને ખબર નો પડે શાંત રે તેવું કહી ટીમની સામે જ આ લોકોને જવા દે પછી તારી વાત છે તેવી ચિમકી ઉચ્ચારતા 181એ તુરંત સ્થાનિક બોરતળાવ પોલીસને બોલાવી યુવકને સોંપતા અંતે તેની શાન ઠેકાણે આવી હતી.

આ યુવકના માતા-પિતા છુટક મજુરી કામ કરે છે અને બે બહેનો પણ છે. માતા પિતા પોતાને પાળે તેવી માનસિકતા ધરાવતા પુત્રને સમજાવવા બદલ પરિવારે 181 અભયમ ટીમ ભાવનગરનો તથા બોરતળાવ પોલીસની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...