તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વહુને ત્રાસ આપી મરવા મજબુર કરનાર સાસુ થયા જેલ હવાલે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાના જાળીયા ગામે ફાસો ખાઇ પરિણીતાએ આપઘાત કરેલ
 • બહેનને સંતાન ન થતા બનેવી,મોટા સાસુ અને સાસુએ મેણાટોણા મારી મરવા મજબુર કર્યાની ભાઇની ફરિયાદ

સિહોર તાલુકાના નાના જાળીયા ગામે સાસરૂ અને ખાખરડા ગામ જિલ્લો દેવભુમી દ્વારકામા પિયર ધરાવતા પરિણીતાએ ત્રણ વરસના લગ્ન જીવનમાં પતિ-સાસુ અને મોટા સાસુના શારીરીક-માનસીક ત્રાસથી અને સંતાન ન થતુ હોવાના મેણા-ટોણાથી કંટાળી જઇ આપઘાત કર્યાની મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના ખાખરડા ગામે રહેતા પરાક્રમસિંહ રઘુભા જાડેજાએ સિહોર પોલીસ સ્ટેશનમા નો|ધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેમના બહેનના લગ્ન ત્રણ વરસ પહેલા સીહોર તાલુકાના નાના જાળીયા ગામે રહેતા અને આર્મીમેન તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ જીણકુભા ગોહિલ સાથે થયા હતા. ત્રણ વરસના લગ્ન જીવન દરમિયાન તેણીને તેમના પતિ દેવેન્દ્રસિંહ,મોટા સાસુ દક્ષાબા ભારૂભા ગોહિલ અને સાસુ કિશનબા જીણકુભા ગોહિલ દ્વારા પોતાની બહેન ક્રિષ્ણાબા ઉર્ફે દુર્ગાબાને અવાર નવાર કરિયાવર બાબતે ત્રાસ આપતા હતા અ. તે અંગે બહેને તેની માતાને પણ વિગતે રડતા રડતા વાત કરી હોવાનું જણાવેલ છતા તેઓ તેને બધુ બરાબર થઇ જશે તેમ કહી સાસરે મોકલી દેતા હતા. જયારે કે બહેનને તેના સાસરે જરાય સલામતી લાગતી ન હતી. ક્રિષ્ણનબાને તેમના પતિ દેવેન્દ્રસિંહ તથા સાસુ અને મોટા સાસુ અવાર નવાર સંતાન બાબતે પણ મેણા ટોણા મારતા હતા.પતિ જયારે પણ ફરજ પરથી આવતા ત્યારે અને બહેન સાથે પિયર આવતા ત્યારે પણ બહેનને માર મારતા હતા.છતા બહેનને આશ્વાસન આપી ફરી સાસરે મોકલતા હતા.

છેલ્લે પરાક્રમસિંહે તેની બહેનને ટચ સ્ક્રીન મોબાઇલ લઇ આપેલ અને તેના દ્વારા તે પિયરમા બધા સાથે વાત કરતા હતા. છેલ્લે તેમની બહેન તેઓને તેમની સાળીના લગ્નમાં ભંડારીયા ગામે મળેલ હોવાનુ ભાઇએ સિહોર પોલીસમા બહેનના પતિ,સાસુ અને મોટા સાસુ વિરૂધ્ધ તેમની બહેનને મરવા માટે મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આરોપી સાસુ કીશનબાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે.

છ મહિના પહેલા બહેન રડતા રડતા પિયર ગયેલા
ક્રિષ્નાબા ઉર્ફે દુર્ગાબા તેમના પિયર ખાખરડા ગામે છ માસ પહેલા આવેલા અને તે વખતે રડતા રડતા માતાને જણાવેલ કે તેણીને તેના મોટા સાસુ, સાસુ અને પતિ દ્વારા ત્રાસ અપાય રહયો છે. જેથી મારે હવે સાસરે નથી જવું છતા તેણીને પરિવારજનોએ સમજાવી સાસરે મોકલ્યા હતા. અમને ખબર નહી કે સાસરે મોકલેલ બહેન હવે અમને કયારેય ભેગા નહિ થાય. તેમ બહેનના સાસરીયા સામે નોંધાવેલી ફરીયાદમા ભાઇ પરાક્રમસિંહે જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો