તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં સૌથી મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં:ટ્રાન્સપોર્ટેશનને કારણે ભાવનગરમાંં પેટ્રોલનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો, નેતાઓની નિષ્ક્રિયતા જવાબદાર

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરાથી ભાવનગરમાં પેટ્રોલ રૂા.1.93 મોંઘું છે

ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે ત્યારે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં ભાવેણાવાસીઓ પેટ્રોલ-ડિઝલના સૌથી વધુ દામ ચૂકવે છે. આજે જ ભાવ જોઇએ તો આઇઓસી કે ભારત પેટ્રોલયીમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.86.70 છે તેની સામે વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.84.77 છે. એક તો ભાવનગરમાં અન્ય મહાનગરોની તુલનામાં રોજગારીની તકો ઓછી છે અને પગાર પણ ઓછા છે ત્યારે આ ભાવવધારો પણ યુવા વર્ગ ભાવનગર છોડતો થયો છે તેનું એક કારણ ગણી શકાય. રાજકારણીઓની નિષ્ક્રિયતાથી ભાવનગરમાં લાખો વાહનો હોવા છતાં ફરી એકવાર કંપનીના ડેપો શરૂ થયા નથી.

ભાવનગર શહેરમાં અગાઉના વર્ષોમાં જૂના બંદર વિસ્તારમાં આઇઓસી અને ભારત પેટ્રોલિયમ કંપનીના ડેપો હતા. પણ બાદમાં ભાવનગરમાંથી જેમ અન્ય ધંધા-રોજગાર અન્યત્ર ખસેડાતા ગયા તેવી જ રીતે આ ડેપો પણ બંધ થઇ ગયા. આથી હાલના સમયમાં ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અમદાવાદના બારેજા, વડોદરાના ધુમાડ અને રિલાયન્સ, જામનગર ખાતેથી આવે છે. આથી સ્વાભાવિક રીતે જ પરિવહન ખર્ચને લીધે રાજ્યના અન્ય શહેરો કરતા ભાવનગરમાં પેટ્રોલ સવા રૂપિયાથી પોણા બે રૂપિયા મોંઘુ મળે છે. હાલ અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં ડેપો છે પણ ભાવનગરમાં નથી. જો ડેપો શરૂ થાય તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટે અને પેટ્રોલ-ડિઝલ સસ્તા મળતા થાય.

આ ઉપરાંત વેટ પણ અેક મોટું મહત્વપૂર્ણ કારણ છે. દરેક રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ પર વેટની ટકાવારી એક સમાન હોતી નથી. આથી જ્યાં ટકાવારી ઓછી હોય ત્યાં પેટ્રોલ સસ્તુ મળે છે. ભાવનગર છેવાડે આવેલું મહાનગર છે અને ડેપો નથી. આથી હવે એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.87ને આંબવા આવ્યો છે. ત્યારે ડેપોની સુવિધા નહીં થાય તો રાજ્યમાં સૌ પ્રથમ એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.100 ભાવનગરમાં થઇ જશે તેવી ભીતિ છે.

વધુ ભાવને લીધે ભાવનગરમાં નુકશાન
ભાવનગરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એક લિટરે અન્ય મહાનગરોથી રૂા.1.25થી રૂા.1.93 જેટલો ભાવ વધારો આપવો પડતો હોય ભાવનગરની ગાડી પણ વડોદરા, રાજકોટ, અમદાવાદ જાય તો ત્યાં જઇને જ પેટ્રોલ કે ડિઝલ પુરાવે છે. તે તેને સસ્તુ પડે છે. ફોર વ્હિલર બસ, ટ્રક, મોટરમાં ખાસ. તમે જો ભાવનગરની બસ ભલે હોય અન્ય મહાનગરમાં બસમાં એક સાથે ઇંધણ ભરાવો તો સીધો રૂા.1500નો ફાયદો થાય છે. આથી ભાવનગર શહેર-જિલ્લાના 159 જેટલા પેટ્રોલ પંપવાળાને આ આવક ગુમાવવી પડે છે. તે હકીકત છે. > સોહિલભાઈ ધોળકીયા, પ્રમુખ, ભાવનગર ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ-ડિઝલ ડિલર્સ એસો.

એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો વધારો
ભાવનગર શહેરમાં 2020ના વર્ષના આરંભે પેટ્રોલના એક લિટરનો ભાવ રૂા.68 હતો તે આજે એક વર્ષ બાદ વધીને 86 રૂપિયા થઇ ગયો છે આમ, કોદરોનાની મંદીના આ એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો આસમાની વધારો થયો છે.

જુદા જુદા શહેરોમાં 1 લિટર પેટ્રોલનો ભાવ

ભાવનગરરૂા.86.70
રાજકોટરૂા.85.16
અમદાવાદરૂા.85.38
સુરતરૂા.85.39
વડોદરારૂા.84.77
ગાંધીનગરરૂા.85.65
જૂનાગઢરૂા.86.18
જામનગરરૂા.85.65
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો