તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:શહેરમાં ચોમાસુ માહોલથી બે દિવસમાં બપોરે તાપમાનનો પારો 7 ડિગ્રી ઘટ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ જામતા હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા નોંધાયુ
  • મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી, લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 23.4 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહેતા અને સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસી જતા છેલ્લાં બે દિવસમાં બપોરના તાપમાનમાં 7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ધરખમ ઘટાડો થતા નગરજનોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ હજી 92 ટકા હોય વધુ વરસાદની શક્યતા નકારી શકાતી નથી.

ભાવનગર શહેરમાં 48 કલાક અગાઉ મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 7 ડિગ્રી ઘટીને 32.1 ડિગ્રી થઇ ગયું હતુ. જ્યારે રાત્રિના ઉષ્ણતામાનમાં એક જ દિવસમાં 4.6 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 28 ડિગ્રી હતુ તે આજે ઘટીને 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતુ. જેથી વરસાદ વરસે તેવી શક્યત પૂરી છે. તો પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. આમ, શહેરમાં ચોમાસુ માહોલ જામી ગયો છે.

બપોરે તાપમાનમાં ઘટાડો

તારીખમહત્તમ તાપમાન
18 જૂન

32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ

17 જૂન

34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ

16 જૂન

39.1 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...