તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાની ઉઘરાણી:દવાખાનાના ખર્ચ માટે લીધેલ નાણાની પઠાણી ઉઘરાણી કરાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાદાનગરમાં રહેતી પરિણીતાના પતિએ દવાખાનાના ખર્ચ માટે 20 તથા 10 ટકા લેખે વિરમ રામભાઇ ડાંગર, મુન્ના રબારી, માધા કોળી, રાજુ શેખ, સુરેશ કોળી, તથા દાદુ આહિર પાસેથી કુલ રૂ. 1.50 લાખ વ્યાજે લીધેલ જેનું નિયમિત વ્યાજ ચુકવેલ પરંતુ લોકડાઉનમાં કામ ધંધો બંધ થઇ જતા વ્યાજ ન ચુકવી શક્તા આ તમામ ઇસમોએ ફરિયાદી પાસેથી વ્યાજ સહિતી રકમની અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદીના પતિ તથા દિકરો બે મહિના પૂર્વે ઘર મુકી ચાલ્યા ગયેલ અને બાદમાં આ ઇસમો ફરિયાદી પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી તથા તેની દિકરીને માનસીક ત્રાસ આપતા હોઇ ફરિયાદી તેમની દિકરી સાથે તેમના જેઠના ઘરે સિહોર જતા રહેલ અને થોડા દિવસ પૂર્વે ઘરે આવતા વિરમ ડાંગરે ફરિયાદીના ઘરનો કબ્જો લઇ લેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...