કામગીરી:TP રોડ પરના દબાણો દૂર કરી રીંગરોડના મીસીંગ લીંક દુર થશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફુલસરમાં નાના ગાંધીનગરને હટાવી રસ્તો ખુલ્લો કર્યો
  • સ્લમ રિહેબીલીટેશન પોલીસી નીચે વિનામુલ્યે આવાસો ફાળવી ઝુંપડપટ્ટીઓ દુર કરવામાં આવે છે

ભાવનગરની વસ્તી મર્યાદા સીમીત હતી ત્યારે સમગ્ર ભાવનગર ફરતે “શહેર ફરતી સડક ” અમલમાં હતી સમયના બદલાવ સાથે શહેરની વસ્તીમાં વધારો થયો શહેરના વિસ્તારમાં પણ વધારો થયો શહેરીની લીમીટ પણ વધી ખાસ કરી શહેરની શાંતી અને સલામતી જળવાય રહે તે માટે મેટ્રોસીટીની માફક ભાવનગરમાં પણ રીંગરોડ કોનસેપ્ટ અમલમાં આવ્યો ભાવનગરની સીટી લીમીટની બહાર 150 ફુટ પહોળાઇના રીંગરોડનું આયોજન થયું સમગ્ર શહેર ફરતે આ રીંગ રોડ બની પણ ગયો તેમ છતાં હજી ઘણાં ઘણાં ટુકડામાં આ 150 ફુટ રીંગરોડ બન્યો નથી જેને આપણે મીસીંગ લીંક કહીએ છીએ.

ટી.પી રોડમાં જયાં જયાં દબાણો છે તે દુર કરી આ જગ્યાઓ ખુલ્લી કરવાનું કામ હાથ ધર્યું છે. જે યોજના અંતર્ગત ફુલસર વિસ્તારના 1982 પહેલાના અસ્તિત્વ ધરાવતા હોય તેવા “નાનુ ગાંધીનગર” ફુલસર મફતનગરના તમામ વિસ્તારો હાલ ટીપી રોડ પર વસવાટ કરે છે. આવા મફતનગરને સ્લમ રીહેબીલીટેશન પોલીસી અંતર્ગત 80 જેટલા આવાસોનો પ્રોજેકટ કરી 1 BHK મકાનો બનાવીને આ તમામ આવાસો સંપૂર્ણપણે નિશુલ્ક રીતે મફતનગરના આવાસીઓને આપવામાં આવ્યો છે અને આ ટી.પી.રોડ ખુલ્લા કરવામાં આવ્યો આ યોજનામાં સરકાર કક્ષાથી 5.50 લાખ રૂ.યુનીટ દીઠ ફાળવવામાં આવે છે.

અને મહાનગર પાલિકા તરફથી મફત જમીન ફાળવવામાં આવે છે. ભાવનગર રીંગ રોડની મીસીંગ લીંક ઘણી છે. જેના કારણે ભાવનગરની આખી પરિક્રમા કરી શકાતી નથી પણ જયાં જયાં ટીપી સ્કીમ વિસ્તારમાં ટીપી રોડમાં દબાણ છે ત્યાં સ્લમ રીહેબીલીટેશન પોલીસી અન્વયે ભવિષ્યમાં આવાસ યોજના થશે. ટી.પી રોડ ખુલ્લા થશે અને 150 ફુટ રીંગ રોડની મીસીંગ લીંક ખુલશે.

અન્ય સમાચારો પણ છે...