તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન ટૂંકાવ્યું:સિહોરના વેપારીએ વ્યાજખોરોના ત્રાસના કારણે મોત વ્હાલુ કર્યું હતું

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિહોરમાં વેપારીએ કરેલા અગ્નિસ્નાનમાં નવો વળાંક
  • સુસાઈડ નોટના આધારે વેપારીના પુત્રએ ફરિયાદ કરી

સિહોરના પ્રિન્ટિંગ પ્રેસના વેપારીએ કરેલી આત્મહત્યા મામલે નવો જ વળાંક આવ્યો છે. વેપારીએ વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટના આધારે વેપારીના પુત્રએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સિહોરમાં થ્રી બ્રધર્સ પ્રિન્ટિંગ પ્રેસના માલિક નિલેશભાઈ ગણપતભાઈ પંડ્યા (ઉ.વ.46)એ બપોરના સમયે પોતાની દુકાનમાં અગ્નિસ્નાન કરી લઈ આત્મહત્યા કરી હતી. આ ચકચારી બનાવમાં નવો જ વળાંક સામે આવ્યો છે. પ્રિન્ટિંગ પ્રેસના કોમ્પ્યુટરના ટેબલના ખાનામાં મૃતક વેપારીના પુત્રને આજે એક ચિઠ્ઠી મળી આવી હતી.

જેમાં આ વેપારીએ ધંધો સરખો નહી ચાલતા છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજેથી પૈસા લીધાં હતા અને નિયમિત વ્યાજ પણ ચુકવતો હતો પરંતુ એક મહિનાથી બિમારીના કારણે પૈસા નહી ચુકવી શકતા વ્યાજખોરો ફોન અને રૂબરૂ ધમકી આપતા હતા જે સહન નહી થતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

આ સુસાઈડ નોટ મળ્યા બાદ મૃતક વેપારીનો મોબાઈલ તેના પુત્રએ ચેક કરતા તેના વોટ્સએપમાં પાંચ શખ્સોએ ધમકી ભર્યાં મેસેજ કર્યાં હોવાનું જણાયું હતું. આ મામલે મૃતક વેપારીના પુત્ર મંથનભાઈ નિલેશભાઈ પંડ્યાએ સિહોર પોલીસ મથકમાં જયદીપ આલ, નરેશ એસ, વિપુલ એસ, રઘુ, સુભાષ આહિર (તમામ રહે. સિહોર)નાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે જિલ્લામાં કાયદાના ખૌફ વિના બેફામ બનેલા વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે.સમગ્ર બનાવ અંગે સિહોરમાં ભારે રોષ જાગેલ છે.

અન્ય સમાચારો પણ છે...