તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 34.1 ડિગ્રી થયો

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા થઇ ગયું
  • વરસાદનું જોર નબળુ પડતા બપોરે ગરમી વધી, 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

ભાવનગર શહેરમાં આજે બપોરે તડકો નિકળતા મહત્તમ તાપમાનનો પારો વધીને 34.1 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયો હતો. શહેરમાં વરસાદનું જોર તદ્દન નબળું પડી ગયું છે. ભાવનગર શહેરમાં બે દિવસથી વરસાદનું જોર નબળું પડતાં આજે બપોરે તાપમાનમાં 0.6 ડિગ્રી સેન્ટિગ્રેડ નો વધારો નોંધાયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા થઇ ગયું હતું.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આજે વરસાદી માહોલ વધુ નબળો પડતાં 0.6 ડિગ્રી સેન્ટિગ્રેડ વધીને 34.1 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. લઘુતમ ઉષ્ણતામાન પણ નજીવું ઘટીને 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતું તે 69 ટકા થઇ ગયું હતું જ્યારે પવનની ગતિ પણ ગઇ કાલે 16 કિલોમીટર હતી તે આજે 6 કિલોમીટર વધીને આજે 22 કિલોમીટર થઈ ગઈ હતી. આમ ભાવનગર શહેરમાં બપોરે તાપમાનમાં બે દિવસથી તાપમાનમાં વધારો થાય છે અને તાપમાન વધીને 34.1ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...