તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટતા 32.9 ડિગ્રી થયું

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું
  • ભાદરવામાં તાપમાનમાં ઘટાડો, પવનની ગતિ વધી 20 કિ.મી. થઈ

શહેરમાં ભાદરવા માસમાં તો મહત્તમ તાપમાનનો આંક 35 ડિગ્રી આસપાસ રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભાદરવા માં ભરપૂર વરસાદ થયો હોય આજે શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું.

ભાવનગર શહેરમાં આજે બપોરે તાપમાન વધુ ઘટીને 32.9 ડિગ્રી થઈ ગયું હતું. જેથી ભાદરવામાં આકરી ગરમીને બદલે નગરજનોને એકંદરે ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. જ્યારે શહેરમાં ગઈકાલે પવનની ગતિ 14 કિલોમીટર હતી તે આજે છ કિ.મી વધીને 20 કિ.મી. નોંધાઈ હતી. જેથી સાંજે આહલાદક પવન ફૂંકાયો હતો. શહેરમાં આજે લઘુતમ ઉષ્ણતામાન 25.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ બે ટકા ઘટીને 74 ટકા રહ્યું હતું. આ વર્ષે ગોહિલવાડમાં ભરપૂર વરસાદ વરસ્યો હોય ભાદરવામાં તડકો પોતાનો પ્રકોપ આવી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...