રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોનો વિકલ્પ શરૂ કર્યો હતો. જેમાં માધ્યમિક શિક્ષકોને મહિને મહત્તમ 16,500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મહિને મહત્તમ 16,700 પગાર મળતો હોય છે. રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચાર હજારથી વધુ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે.
તો ભાવનગરમાં ધો.9થી 12માં 300થી વધુ પ્રવાસી શિક્ષકો ફરજમાં હશે તેમ જાણવા મળ્યું છે. આજની મોંઘવારીના યુગમાં પ્રવાસી શિક્ષકોને ઘરખર્ચમાં પહોંચી વળવું મુશ્કેલ છે. તેમાં કેટલાય પ્રવાસી શિક્ષકો તો અપડાઉન કરતા હોય છે તેનો ખર્ચ વધારાનો. આથી આવા શિક્ષકોનો પગાર વધારો થાય તે જરૂરી છે. કારણ કે તેઓને મળતો મહત્તમ પગાર હાલની મોંઘવારીમાં લઘુત્તમ વેતનથી પણ ઘણો ઓછો કહી શકાય.
પ્રવાસી શિક્ષકોને ટૂંકા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોને રવિવાર જાહેર રજા અને વેકેશનનો પગાર પણ આપવામાં આવતો નથી. સી.એલ. કે કોઇ રજા પણ અપાતી નથી. પ્રાથમિક સ્કૂલોમાં તાસદીઠ માનદ વેતન 85 રૂ. માધ્યમિક શિક્ષણમાં 135 રૂ. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં રૂ.140 આપવામાં આવે છે. પ્રાથમિકમાં 510, માધ્યમિકમાં 810 અને ઉચ્ચતર માધ્યમિકમાં 840 રૂ. ચુકવાય છે. મહત્તમ દૈનિક માનદ વેતન પ્રાથમિકમાં 510, માધ્યમિકમાં 810 અને ઉચ્ચતર માધ્યમિકમાં 840 રૂ. ચુકવાય છે.
શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરીને નિયમિત શિક્ષકોથી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત આ વર્ષના અંત સુધી લંબાવી છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં ધો.1થી8માં તેમજ માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.11 અને 12માં શિક્ષકોની ઘટને પુરી કરવા અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની યોજના સરકારે અમલામા મુકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.