તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સપ્ટેમ્બર સુધી ધો.12 સાયન્સના પરિણામની ગુણ ચકાસણી થશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • ગુજકેટની પરીક્ષા બાદ ઓએમઆરની નકલ મેળવવા 7 સપ્ટેમ્બર સુધી વેબસાઈટ પર અરજી કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહની જુલાઇ અને ઓગસ્ટ માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણી અને ઓએમઆરની નકલ મેળવવા માટેની અરજી બોર્ડની વેબસાઇટ sci.gseb.org પરથી ઓનલાઇન તા.1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી કરી શકાશે.

ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી ધો.12 સાયન્સ બાદની ગુજકેટના પરિણામ બાદ ઓએમઆરની નકલ મેળવવા માટેની અરજી બોર્ડની વેબસાઇટ gujcet.gseb.org પરથી ઓનલાઇન તા.1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. ઓએમઆરની નકલ મેળવવા માટે તથા ગુણ ચકાસણી કરાવવા માટે નિયત ફી ઓનલાઇન SBIPay System મારફત ઓનલાઇન(ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા અથવા SBIePAYના SBI BRANCH Payment ઓપ્શન દ્વારા દેશની કોઇ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે તેની સંબંધિતોને નોંધ લેવા બોર્ડના નાયબ નિયામક જે.જી.પંડ્યાએ જણાવ્યું છે.

ધો.12 સા.પ્ર. માટે આજથી અરજી કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની જુલાઇ માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણી માટેની અરજી બોર્ડની વેબસાઇટ hsc.gseb.org પરથી ઓનલાઇન તા.2 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. ગુણ ચકાસણી કરાવવા માટે નિયત ફી ઓનલાઇન SBIPay System મારફત ઓનલાઇન(ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા અથવા SBIePAYના SBI BRANCH Payment ઓપ્શન દ્વારા દેશની કોઇ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...