ઉનાળાની સિઝનનુ સૌથી શ્રેષ્ઠ અને આબાલવૃદ્ધ સૌવ કોઈનું મનપસંદ ફળ એટલે કેરી હાલમાં કેરીની સિઝન ચરમસીમાએ જામી છે બજારો કેસર કેરી થી ઉભરાઈ રહી છે પરંતુ આ વર્ષે ઉનાળાનું અમ્રુત સમાન ફળ મોંઘુ હોવાના કારણે ગરીબ વર્ગના લોકો માટે આજે પણ કેરી ખાટી સાબિત થઈ રહી છે.
અનેક જાતની કેરી બજારમાં ઉપલબ્ધ
દર વર્ષે લોકો ઉનાળામાં સૌથી વધુ પ્રિયફળ એવાં કેરીની આતુરતાથી રાહ જોવાતી હોય છે સામન્યત: એપ્રિલ માસના આરંભથી જ બજારોમાં કેરી વેચાણ માટે આવવા લાગે છે. પરંતુ ખરી સિઝન મેં મહિનાથી શરૂ થાય છે અને જૂન માસનાં ઉતરાર્ધ સુધી ચાલે છે ભાવનગરમાં કેરીની કુલ જરૂરિયાત પૈકી 80 ટકા હિસ્સો જુનાગઢ પંથકમાંથી આવે છે જુનાગઢ ગિરસોમનાથ સહિતના જિલ્લા માથી આવતી કેસર કેરી વર્ષોથી વખણાય છે મોટા ભાગે આજ કેરીનો ઉપયોગ લોકો કરે છે પરંતુ કેસર સિવાય રાજાપુરી, હાફૂસ, લંગડો, બદામ, કચ્છી, કેસર, વલસાડી, હાફૂસ સહિતની કેરીની જાત પણ ભાવનગરમાં વેચવા માટે આવે છે.
રૂ.100 થી લઈને 250 પ્રતિકિલોના ભાવે વેચાણ
હાલમાં જુનાગઢ ના વંથલી તાલા કેશોદ સહિતના તાલુકા તથા અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાંથી દરરોજ વાહનો ભરી ભરીને કેરી ભાવનગરની બજારોમાં ઠલવાઈ રહી છે વધતી જતી મોંઘવારી ને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનવા સાથે વારંવાર થતાં માવઠાઓ અને વિષમ પરિસ્થિતિ ને પગલે કેરીના ભાવ અન્ય શહેરોની તુલનાએ ભાવનગરમાં વધુ રહે છે હાલમાં રૂપિયા 100 થી લઈને 250 રૂપિયા પ્રતિકિલોના ભાવે કેરીનું વેચાણ થઈ રહ્યું છે,
દોઢ થી ત્રણ માસ સુધી કેરીની સિઝન ચાલે
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસીયા અલંગ સહિતના ગામડાઓમાં કેરીનુ ઉત્પાદન થાય છે એજ રીતે પાલીતાણા તથા જેસર તાલુકામાં પણ કેસર કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે પરંતુ આ તાલુકાની કેરીનું મોટા ભાગે વેચાણ તાલુકા તથા આસપાસના ગામડાઓમાં જ થઈ જતું હોવાથી ભાવનગર સુધી આ કેરીનો જથ્થો ઓછો આવે છે એજ રીતે છેલ્લા વર્ષોમાં જયારે કેસર કેરીની સિઝન પુરી થવાનો સમય આવે ત્યારે પરપ્રાંત માથી કેરીની આવક શરૂ થાય છે અને સાથે કચ્છથી પણ ખાસ પ્રકારની કેરી આવવા લાગે છે આમ સરેરાંશ દોઢ થી ત્રણ માસ સુધી કેરીની સિઝન ચાલે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.