તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી મેન્ડેટ અજાણી વ્યક્તિએ લઇને ફાડી નાખ્યા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેન્ડેટ જમા કરાવ્યા વગર જ ઉમેદવારી પત્ર ભરવું પડ્યું
  • સમગ્ર ઘટનાને લઇને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના મેન્ડેટ કોઈએ ફાટી નાખ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરવા માટે નગરપાલિકા કચેરી જઇ રહ્યા હતા તે સમયે કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા તેમના હાથમાંથી ઝુંટવી અને ફાડી નાખ્યા હતા.

મળતી માહિતી મુજબ પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના મેન્ડેટ ફાટી જતાં હોબાળો સર્જાયો હતો. આજે ઉમદેવારી ભરવાનો છેલ્લો દિવસ છે. 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસના ઉમદેવારોએ પોતની ઉમદેવારી નોંધાવી દીધી હતી. જોકે મેન્ડેટ જમા કરાવવાના બાકી હતા.

બાકી રહેલા મેન્ડેટ લઇને કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી જમા કરવા નગરપાલિકા કચેરી જઇ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા ઇસમે ઝુંટવી અને મેન્ડેટ ફાડી નાખ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક-બે મેન્ડેટને બાદ કરતા બાકીના મેન્ડેટ અજાણ્યી વ્યક્તિએ ફાડી નાખ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ પણ પહોંચી ગઈ છે. જોકે, આ મેન્ડેટ જેણે ફાડ્યા છે તેની સામે પોલીસ ફરિયાદ થશે કે નહીં તે જોવાનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો