તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાલિતાણામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે 32 જેટલા મેન્ડેટ ઝુંટવીને ફાડી નાંખવામાં આવ્યા હતા
 • હાઈકોર્ટના આદેશ બાદ મેન્ડેટ સ્વીકારવામાં આવ્યા

શનિવારે પાલિતાણા નગર પાલિકામાં કોંગ્રેસનો આંતરીખ વિખવાદ ચરમ સિમાએ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારી ઇચ્છુકોએ ટિકિટ નહીં મળતા નગરપાલિકામાં પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝુંટવી લઇ ફાડી નાખ્યા હતા. પાલિતાણામાં મેન્ડેટ રદની ઘટનામાં કોંગ્રેસ પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો. આ અંગે પંચનો જવાબ માંગતા ચૂંટણી પંચે મેન્ડેટ સ્વિકારવાની તૈયારી બતાવી હતી. જેને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલિતાણા વોર્ડ નંબર 1થી 9ના મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા હતા. આ મેન્ડેટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, પ્રવીણભાઈ ગઢવી, આગેવાનો, કાર્યકરો પાલિતાણા નગરપાલિકાએ પહોંચીને રજુ કર્યા હતા.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મેન્ડેટ રજૂ કરાયા
કોંગ્રેસના પોતાના મેન્ડેટ ફાટવાની ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે ફરીવાર નવા મેન્ડેટ જમા કરવાની તક આપી હતી. જેને લઈ આજે કોંગ્રેસ દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા હતા. પાલિતાણા નગરપાલિકા કચેરી ખાતે એલસીબી, એસોજી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

10 નામ સહીત 10 થી 15 ના ટોળા સામે પોલીસ ફરિયાદ
પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રવિણભાઇ ગઢવીએ એવા મતલબ ની ફરિયાદ આપી હતી કે અમારા પક્ષ તરફ થી અમને પાલિતાણા વોર્ડ નંબર 1 થી 9 કુલ 36 ઉમદેવારો ના મેન્ડેટ રજુ કરવા આવ્યા ત્યારે બપોર ના 2:45 વાગે અમુક ઈસમો આવી નગરપાલિકાના દાદર પાસે આવી અમારા પર હુમલો કરીને મેન્ડેટ ફાડી નાખી ભાગી ગયેલ. જેમાં (1) બનુભાઈ બલોચ (2) ભુપતભાઇ બલોચ (3) અરમાનખાન બલોચ (4) જાહિરખાન બલોચ (5) સાહિલખાન બલોચ (6) સમીરખાન બલોચ (7) અબ્બાસ વોરા પત્રકાર (8) મેહબુબ પીંજરા (9) મેહબુબ પીંજરા નો પુત્ર (10) ઇદાભાઈ ઉર્ફે હૈયતખાન બલોચ અને બીજા 10 થી 15 લોકોનું ટોળું આવી અમારા પર હુમલો કરી મેન્ડેટની લૂંટ કરેલ અને ફાડી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો