કોરોના ઇફેક્ટ:મુખ્ય શાકમાર્કેટ આજથી સવારે 7થી સાંજે 4 સુધી જ ખુલ્લી રહેશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાફિક ડિઝાઇનર અને પ્રિન્ટર્સના વેપારીઓ સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી કામ કરશે

જુલાઈમાં હવે કોરોનાની મહામારી એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ભાવનગર શહેરમાં જુદાજુદા વેપારી એસોસીએશન ઓ દ્વારા પોતાના વેપાર ધંધા ના સમયને મર્યાદિત કરી આ લડાઈમાં સાથ અને સહકાર આપી રહ્યા છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ભાવનગરની મુખ્ય શાકમાર્કેટ એસોસિએશન, હેવમોર ચોકના તમામ વેપારીઓ તા‌.7 જુલાઇથી 15 જુલાઇ સુધી પોતાના ધંધાનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાખશે તેમ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભાવનગરમાં ગ્રાફિક ડિઝાઇનર એન્ડ પ્રિન્ટર્સ એસોસિએશનના દરેક સભ્યો અને નામી- અનામી પ્રિન્ટિંગના માલસામાનનો વેચાણ કરતા વેપારીઓ આજથી તા. 21 જુલાઈ સુધી પોતાની દુકાનો ઓફિસો વિગેરેમાં વ્યવસાયનો સમય સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધીનો રાખશે તેમજ ફરજિયાત માસ, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખશે.

અન્ય સમાચારો પણ છે...