તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ:આગામી જન્માષ્ટમી તહેવારોને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ ચાર દિવસ બંધ રહેશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

શ્રાવણી પર્વ શ્રૃંખલા સાતમ-આઠમ જેવાં મહાપર્વોની ઉજવણીનો પ્રારંભ થયો છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા આવતીકાલે થી શરૂ થતાં તહેવારોને લઈ ચાર દિવસ સુધી બંધ રહેશે.

જેને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ તા.28/8/2021 થી 31/8/21 સુધી મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહશે. અને જેમાં તા.28ને શનિવારના રોજ રાંધણ છઠ્ઠ, તા.29ને રવિવારના રોજ શીતળા સાતમ, તા.30ને સોમવારના રોજ આઠમ, અને 31ને મંગળવારના રોજ નોમ ના તહેવારોને લઈ તમામ માર્કેટિંગ યાર્ડમાં કામગીરી બંધ રાખવામાં આવી છે.

આગામી તા.1/9/2021 ને બુધવાર થી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે, જેની સર્વો ખેડૂતભાઈઓ, કમીશન અજેન્ટભાઈઓએ, દલાલભાઈઓએ નોંધ લેવી તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના સક્રેટરી વી.પી.પાંચાણી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...