ખ્યાતિ પ્રાપ્ત બહેનોનું સન્માન કરાયુ:મહિલાઓ સાથે અત્યાચાર સામે મહિલા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના મહિલા કાર્યકરો સાથે પોલીસ દ્વારા થયેલી ગેરવર્તણુકના મામલે મહિલા પ્રદેશ પ્રમુખ દોડી આવ્યા

ભાવનગર ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મર ભાવનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકાબેન ચંદાનીના સમર્થનમાં અને ભાવનગર શહેરનાં મહિલા સંગઠન અને વોર્ડ સંગઠનનાં બહેનો સાથે મુલાકાત કરવા આવ્યા હતા. મહિલા કારોબારી યોજવામાં આવી હતી.\n ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર સરકારની મહિલા વિરોધી નીતિઓ અને મહિલાઓ પર થઈ રહેલ અત્યાચારો અને મોંઘવારી સામે સરકારને આડેહાથ લીધું હતું.

મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર, અને શોષણ જેવા ગંભીર વિષય પર સરકાર દ્વારા કોઈ કામ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાનીની ફરજ પડશે ભાવનગર સહિત ગુજરાતમાં મહિલા શોષણ ખુબજ તેજીથી વધતું હોવાનું જણાવ્યું હતું. સરકારી નોકરીમાં કામ કરતી, કોન્ટ્રેક્ટ પર કામ કરતી અને મજદુરી કરી પોતાનું ઘર ચલાવતી બહેનો કેટલી પીડિત અને દુઃખી છે.

એમની પીડા સરકારને સમજાતી નથી અને જ્યારે વિરોધ પક્ષ અથવા કોઈ એસોસિએશન પોતાની રજૂઆત કરવા માટે નેતાઓને કે પક્ષનાં આગેવાનોને મળવા જાય તો પોલીસ દ્વારા કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન કરી આંદોલનને દબાવી નાખવાની કોશિશ કરવામાં આવતી હોવાનો પણ રોષ વ્યક્ત કર્યો હતો. જેનીબેન ઠુમ્મર દ્વારા ભાવેણા નારી સન્માન નિમિતે ભાવનગરની વિવિધ ખ્યાતી પ્રાપ્ત બહેનો અને સમાજસેવિકાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

P.I સામે રોષ યથાવત, સોમવારે I.G ઓફિસ સામે ઉપવાસ
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ભાવનગર આવ્યા ત્યારે તેમને રજૂઆત કરવા ગયેલા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બે દિવસ પૂર્વે આઈજી અને ડીએસપીને પણ રજૂઆત કરી હતી. છતાં હજુ સુધી કોઈ પોલીસ ઇસ્પેક્ટર સામે પગલા લેવાયા નથી. જેથી સોમવાર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો આઈજી ઓફીસ સામે મહિલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...