તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિપબ્રેકિંગ:બાંગ્લાદેશમાં લગાડેલું લોકડાઉન અલંગ શિપબ્રેકિંગને ફળીભૂત થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક સપાટીએ પહોંચેલા જહાજના ભાવ કાબૂમાં આવશે
  • 2007 બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં શિપના સૌથી વધુ ભાવ

શિપબ્રેકિંગ ક્ષેત્રે ભારતને સૌથી નજીકની હરિફાઇ આપી રહેલા પડોશી દેશ બાંગ્લાદેશમાં રેકોર્ડબ્રેક રીતે કોરોના વાયરસનો ફેલાવો થયો છે અને ત્યાંની સરકાર આર્મીની મદદથી કડક લોકડાઉનનું પાલન કરાવી રહી છે. બાંગ્લાદેશના લોકડાઉનની સારી અસર અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગ પર પડશે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપબ્રેકરો આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોંઘાભાવે પણ જહાજો ખરીદવા માટે પંકાયેલા છે. વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય બજારમાં ટેન્કર 507 ડોલર અને બલ્કર 472 ડોલરમાં વેચાયા હતા અને તે સમયે શિપબ્રેકિંગ વ્યવસાય ભારે ગરમીનો સામનો કરી રહ્યું હતુ. 2007 બાદ પ્રથમ વખત જહાજના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ જોવા મળી રહ્યા છે. અલંગમાં બલ્કર 530, ટેન્કર 540, કન્ટેનર 550 ડોલર પ્રતિ એલડીટીના ભાવે વેચાઇ રહ્યા છે. આવા જહાજોના ભાવ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપબ્રેકરો 25 ડોલર વધુ આપી રહ્યા હતા, જેના કારણે નફાકારકતા વાળા જહાજો પડોશી દેશોના ફાળે જઇ રહ્યા હતા. બાંગ્લાદેશમાં કોરોના ખૂબ જ વકર્યો છે, અને સ્થિતિ કાબૂ બહાર જતા ત્યાંની સરકાર દ્વારા આર્મીની મદદથી કડક લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જેની સીધી અસર શિપબ્રેકિંગ પર પડશે અને જહાજોની ખરીદી બંધ થઇ ગઇ છે. પાકિસ્તાનના ગદાણી શિપયાર્ડમાં હાલના તબક્કે પર્યાપ્ત જહાજો છે. આ બંને દેશોની પરિસ્થિતિને કારણે ભારતના શિપબ્રેકરોને ફાયદો થઇ શકે તેમ છે.

અગ્રણી બ્રોકર જેમ્સ યૂકના મતે ભાંગવા માટે મોકલવામાં આવતા જહાજના ભાવ ઐતિહાસિક સપાટી સુધી પહોંચી ગયેલા હતા, પરંતુ પરિસ્થિતિએ વળાંક લીધો છે, જેની સીધી અસર અલંગના શિપબ્રેકરોની તરફેણમાં જુલાઇ માસમાં આવી શકે છે. હાલ અલંગના ઉદ્યોગકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...