તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા વિશે માહિતી:JEE એડવાન્સ 2021 માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી જાહેર કરાઇ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો પાસે 10મા ધોરણની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ અને 12મા ધોરણની માર્કશીટ વિગેરે હોવી જરૂરી

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), ખડગપુરે એન્જિનિયરિંગ કોર્સિસમાં એડમિશન માટે થનારી JEE એડવાન્સ 2021 પરીક્ષા અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈન્સ્ટિટ્યુટે નોટિફિકેશન જાહેર કરી પરીક્ષા અંગે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અને પરીક્ષા વિશે માહિતી આપી છે.ઉમેદવારો પાસે ધો.10ની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ અને 12મા ધોરણની માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. JEE મેઈન 2021ની પરીક્ષામાં ક્વોલિફાય ટોપ 2.50 લાખ ઉમેદવાર JEE એડવાન્સ માટે અરજી કરી શકશે.

નોટિફિકેશન પ્રમાણે, અરજી કરનારા ઉમેદવારો પાસે 10મા ધોરણની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ અને 12મા ધોરણની માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. ST, SC, EWS સહિતના કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે જાતિનું પ્રમાણ પત્ર સબમિટ કરવાનું રહેશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

JEE મેઈન 2021ની પરીક્ષામાં ક્વોલિફાય ટોપ 2.50 લાખ ઉમેદવાર JEE એડવાન્સ માટે અરજી કરી શકશે. આ સિવાય 12મુ ધોરણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. 2019 અથવા પહેલાં ધો.12 અથવા સમકક્ષ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો JEE એડવાન્સ-2021 માટે અરજી નહિ કરી શકે. અરજી માટે SC/ST/PWD અને મહિલાઓને ફી રૂા.1400 છે 2800 રૂપિયા નિયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...