5 વર્ષથી માત્ર કાગળ પર વાતો:લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનિમલ કોરિડોર ડેવલપમેન્ટ- વેળાવદરના રાષ્ટ્રીય અભયારણ્ય સાથે જોડીને કોરિડોર બનાવી શકાય
  • હાલમાં 70થી વધુ વનરાજ વિહરે છે તે ભાવનગર પંથકમાં સણોસરા નજીક ચોરવડલામાં 225 હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાની અગાઉ જોરશોરથી જાહેરાત થયેલી

2020ના વર્ષમાં જ્યારે સિંહોની વિધિવત ગણતરી થયેલી ત્યારે ભાવનગર પંથકમાં 56 સિંહ અને અન્ય 17 સિંહ દરિયાઇ તટે હોવાનું જણાવાયું હતુ. આમ ભાવનગરમાં 70થી વધુ વનરાજ વિચરતા હોવા છતાં ગીર કે રાજકોટ અથવા અન્ય વિસ્તારોમાં લાયન સફારી પાર્ક થયા છે અને આ વખતના બજેટમાં ગીર અભયારણ્ય તેમજ વધુ બે લાયન સફારીનો વિકાસ કરવા માટે 27 કરોડની જોગવાઇ કરી છે ત્યારે ભાવનગરના સણોસરા નજીક ચોરવડલામાં આવેલી 225 હેકટર સરકારી પડતર જમીનમાં સફાઇ પાર્ક બનાવવાની જાહેરાત થયેલી પણ બાદમાં કાંઇ આગળ પ્રોજેક્ટ ચાલ્યો નથી અને આ વાત જાણે વિસરાઇ ગઇ હોય તેમ લાયન સફારી પાર્ક ભુલાઇ ગયો છે.

હવે આ પાર્ક માટે રાજકીય અને અન્ય સ્તરે પ્રબળ ઇચ્છાશક્તિ દાખવવી જરૂરી છે. જો ભાવનગરના ચોરવડલામાં લાયન સફારી પાર્ક સાકાર થાય તો વેળાવદરમાં કાળિયાર માટે જે નેશનલ પાર્ક છે તેની સાથે આ સિંહના સફારી પાર્ક સાથે કોરિડોર થાય અને ભાવનગરમાં પ્રવાસન ઉદ્યોગ ખિલી શકે.

ભાવનગર જિલ્લાનું બૃહદ ગીર ગણાતા વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગણતરી મુજબ હાલમાં કુલ 70થી વધુ સિહોની સંખ્યા હોવાનું મનાય છે. જિલ્લામાં મુખ્યત્વે જેસર, મહુવાનો જંગલ વિસ્તાર અને પાલિતાણામાં સિંહો અવારનવાર દેખા દેતા હોય છે. ભાવનગર જિલ્લામાં અનુકૂળ વિસ્તાર અને વાતાવરણના કારણે ડાલામથ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું મનાય રહ્યું છે.

ભાવનગરની ભૌગોલિક રીતે અનેકવિધ વિશેષતાઓ છે. કાળિયાર અભ્યારણ્ય હોય કે પછી દરિયા કાંઠે જહાંજ વાડો હોય, અથવા તો મીઠા ઉદ્યોગ ભૌગોલિક સંપદાઓને આધારિત છે. જેમાં હવે ચોરવડલા માં સફરી પાર્ક બનશે તો અદ્ભુત નારો બની રહેશે. અહીં સફારી પાર્કમાં બને તો બહારના ઝૂ માંથી સિંહનું સ્થળાંતર કરવામાં આવશે. અહીં સરકારી પડતર જમીનમાં આ સફારી પાર્ક દેશભરમાં ખ્યાતિપ્રાપ્ત બની શકે તેમ છે. આ રીતે જો લાયન સફારી પાર્ક કરવામાં આવે તો એનિમલ માટે કોરિડોર બની શકે તેમ છે. આ કોરિડોર બને તો હાલ ગીરમાં સિંહ દર્શન માટે જે મુસાફરોનો ખુબ ધસારો થાય છે તે ભારણ ઘટે અને ભાવનગરના પ્રવાસન વધે.

વન્ય પ્રાણીને લગતું પ્રવાસનધામ વિકસી શકે
ભાવનગરમાં અગાઉથી જ કાળિયાર માટેનું નેશનલ અભયારણ્ય તો છે જે. તેમાં જો લાયન સફારી પાર્ક બને તો ગીરમાં સિંહ દર્શન માટે જે ધસારો વધે છે તેમાં ભાવનગરના આ પાર્કથી ગીરમાં ધસારો ઓછો થાય જે સારી બાબત ગણાશે. ભાવનગરમાં પાંચેક વર્ષ પૂર્વે લાયન સફારી પાર્કની વાતો થયેલી પોઝિટિવ રીતે આગળ પણ વધેલી પરંતુ બાદમાં કાંઇ આગળ વધ્યું નથી. આ પાર્ક સાકાર થાય તો વેળાવદર અને લાયન પાર્ક બન્ને વચ્ચે કડી સાધીને કોરીડોર વિકસાવી શકાય અને સ્થાનિક લેવલે રોજગારી પણ વધે. આ રીતે લાયન સફારી પાર્કની સાથે કાળીયાર અભિયારણ્યને જોડીને એક કોરિડોર બનાવી શકાય જે ભાવનગરમાં બહારના પ્રવાસીઓને આકર્ષી શકે. > ડી.જી.ગઢવી, ફોરેસ્ટ ઓફિસર, વેળાવદર નેશનલ પાર્ક

રાજકોટમાં લાયન સફારી પાર્ક માટે તૈયારીઓ પૂર્ણ
રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે .જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જંગલખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...