તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કાળમાં અધિક માસ:ત્રીજી લહેરની શક્યતા વધી રસીકરણની એવરેજ ઘટી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક જ સપ્તાહમાં શહેરમાં રસીકરણમાં 13,183નો ઘટાડો
  • આવી જ સ્થિતિ રહેશે તો ત્રીજી લહેરમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે
  • લોકોમાં વેક્સિનેશન માટે જાગૃતિ વધી છે ત્યારે ત્રણ દિવસ રસીકરણ બંધ રહ્યું
  • શહેરમાં ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના વેક્સિનેશનમાં 52 ટકાનો જબ્બર ઘટાડો નોંધાયો

હવે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા વધી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં ગંભીર ગણી શકાય એ રીતે કોરોનામાં રસીકરણ ઘટી રહ્યું છે. જેમ કે ગત સપ્તાહે ભાવનગર શહેરમાં કુલ 25,062 લોકોને રસીકરણ કરાયું હતુ પણ આ સપ્તાહે ત્રણ દિવસ રસીકરણ બંધ રહેતા અને બીજા દિવસોમાં પણ લક્ષ્યાંકથી ઓછી રસી આવતા આ સપ્તાહે કુલ 11,879 લોકોને રસીકરણ થતા એક જ સપ્તાહમાં ભાવનગર શહેરમાં રસીકરણમાં 52.60 ટકાનો જબ્બર ઘટાડો નોંધાયો છે.

ભાવનગર શહેરમાં રસીકરણનો આંક વધે તે હવે ખરેખર આવશ્યક છે. લોકોમાં પણ જાગૃતિ વધી છે. 18 વર્ષથી વધુના માટે કોલેજો શરૂ થઇ રહી છે. આ સંજોગોમાં જો પૂરતી રસી નહીં મળે તો સ્થિતિ ફરી એક વાર હદ બહાર ચાલી જશે. કોરોનાને નાથવા માટે રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે તે સાબિત થઇ ગયું છે. આ સંજોગોમાં શહેરમાં દરરોજ ચાર હજાર લોકોને રસીકરણનો લક્ષ્યાંક પણ સિદ્ધ થતી નથી. ગત સપ્તાહે 25,062 લોકોને રસીકરણ સામે આ સપ્તાહે માત્ર 11,879 લોકોને જ રસીકરણ થતા એક સપ્તાહમાં રસીકરણમાં 13,183નું મોટુ઼ ગાબડું પડી ગયું છે. તેમાં હવે દર બુધવાર અને રવિવારે રસીકરણ બંધ રહેવાની જાહેરાત કરાઈ છે.

શહેરમાં રોજ રસીકરણની એવરેજમાં 1883નો ઘટાડો
ભાવનગર શહેરમાં ગત સપ્તાહે રસીકરણમાં રોજની સરેરાશ 3580ની આવી હતી. જ્યારે આ સપ્તાહે ભાવનગર શહેરમાં કોરોના રસીકરણની રોજની એવરેજ 1697ની થઇ જતા રોજની સરેરાશમાં 1883નો જબ્બર ઘટાડો થયો છે. શહેરમાં હવે સપ્તાહમાં બે દિવસ રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. તે દુષ્કાળમાં અધિક માસ સમાન બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...