ઉજવણી:30 નવેમ્બરે વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની જીવનયાત્રાની ઉજવણી થશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનસ્પતિઓની સંવેદનશિલતા વિશે બોઝે સંશોધન કરેલું
  • કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર www.krcscbhavnagar.org વેબસાઈટ પર નોંધણી થશે

30 નવેમ્બર 1858ના રોજ જન્મનાર દેશના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે પ્રાણીઓ અને છોડ બંનેમાં ઘણું સામ્ય છે. તેમણે દર્શાવ્યું કે છોડ ગરમી, ઠંડી, પ્રકાશ, અવાજ, સુખ-દુખ અને અન્ય વિવિધ બાહ્ય ઉત્તેજનાઓ પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે. આ અનુસંધાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જગદીશચંદ્ર બોઝે કરેલ પ્રયાસોથી શરુ કરીને તેમણે મેળવેલી સફળતાઓ સુધીની એમની જીવન યાત્રાને ‘STORY TELLING PROGRAM : Known Unknown Facts’ શીર્ષક અંતર્ગત 30 નવેમ્બરના રોજ એમના જન્મ દિવસને વૈજ્ઞાનિક ઢબે વિજ્ઞાન ભવન ખાતે ઉજવવામાં આવનાર છે. રસ ધરાવતાં ધો.5થી 12ના વિદ્યાર્થીઓ પોતાના નામની નોંધણી લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org પર કરાવી શકશે. તથા અન્ય માહિતી માટે 8866570111 પર સંપર્ક કરી શકશે.

જગદીશચંદ્ર બોઝે ક્રેસ્કોગ્રાફ નામનું ખૂબ જ અત્યાધુનિક સાધન બનાવ્યું, જે બાહ્ય ઉત્તેજકો માટે છોડના મિનિટના પ્રતિભાવોને રેકોર્ડ અને અવલોકન કરી શકે છે. જેનાં દ્વારા છોડની પેશીઓની ગતિને તેમના વાસ્તવિક કદના લગભગ 10,000 ગણા વધારી, છોડ અને અન્ય જીવંત જીવો વચ્ચે રહેલી સમાનતાઓનો તુલનાત્મક અભ્યાસ દ્વારા વનસ્પતિ પણ એક સજીવ છે તેવું સાબિત કર્યું હતું. આ ઉપરાંત તેઓએ રેડિયો તરંગો અને વાયરલેસ કોમ્યુનિકેશન વિષય પર અભૂતપૂર્વ સંશોધન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...