તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:11 માસમાં કોરોનાના ટેસ્ટ થયા તેટલા તો છેલ્લા બે માસમા થયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ-20થી માર્ચ-21 સુધી 1,91,179 અને એપ્રિલ મે 2021માં 1,84,586 ટેસ્ટ થયા
  • ટેસ્ટના વધારા સાથે પોઝિટિવ પણ વધુ નોંધાયા

કોરોનાની મહામારીમાં ગત વર્ષે પહેલી લહેરમાંથી શીખ્યા બાદ તંત્ર દ્વારા આ વર્ષે ટેસ્ટિંગ વધારી દીધું હતું. વર્ષ 2020-21માં જેટલા અગિયાર મહિનામાં કોરોનાના ટેસ્ટ કર્યા તેટલા તો છેલ્લા બે એપ્રિલ અને મે મહિનામાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. માર્ચ 2020 થી માર્ચ 2021 દરમિયાન 1,91,179 અને એપ્રિલ તેમજ મે 2021માં 1,84,586 ટેસ્ટ થયા હતા.ગત વર્ષે રસીકરણની જેમ જ કોરોના સંદર્ભના ટેસ્ટમાં પણ લોકોને ડર હતો. કોરોનાના લક્ષણ હોવા છતાં લોકો ટેસ્ટ કરાવવા જતા નહોતા. ત્યારબાદ આ વર્ષે બીજી લહેરમાં શહેરમાં જુદી જુદી 40 જગ્યાએ કોરોનાના ટેસ્ટ થતા હતા તેમાં પણ સવારથી લોકો લાઈનમાં ઊભા રહી જતા હતા.

ધન્વંતરી રથમાં તો બપોર સુધીમાં રેપિડ ટેસ્ટની કીટ પણ ખાલી થઈ જતી હતી. રેપિડ ટેસ્ટ કીટ જેટલી મંગાવે તેટલી ઓછી પડતી હતી. ગત વર્ષે માર્ચથી આ વર્ષે માર્ચ સુધી કોરોનાના ટેસ્ટ થયા તનાથી માત્ર 6593 ઓછા ટેસ્ટ છેલ્લા એપ્રિલ અને મે મહિનામાં થયા. વર્ષ 2020માં માર્ચ મહિનાથી આ વર્ષે 2021 માર્ચ સુધીમાં કુલ 1,911,79 ટેસ્ટ થયાં જ્યારે એપ્રિલ અને મે 2021ના બે મહિનામાં કુલ 1,84,586 ટેસ્ટ થયા હતા. છેલ્લા બે મહિનામાં લોકોમાં એકાએક કોરોનાના ટેસ્ટ કરાવવાની જાગૃતિ આવતા તંત્ર પાસે પણ સંસાધનો ખુટી પડ્યા હતા.

ટેસ્ટની આંકડાકીય માિહતી

191179

કુલ માર્ચ-20થી માર્ચ-21

47540

માર્ચથી માર્ચ RTPCR

143639

માર્ચ થી માર્ચ રેપિડ

184586

કુલ એપ્રિલ-મે 2021

52324

એપ્રિલ-મે-21 RTPCR

132262એપ્રિલ-મે-21 રેપિડ
અન્ય સમાચારો પણ છે...