કોરોના ઇફેક્ટ:છેલ્લા છ દિવસમાં સિઝનના 32.72 પોઝિટિવ કેસ મળ્યા

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુલાઈ માસના આરંભ સાથે જ ભાવનગરમાં કોરોનાનો રોગચાળો જાણે બેકાબુ બન્યો હોય એ રીતે દિન-પ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થતો ગયો છે. જુલાઈ માસના પ્રથમ છ દિવસમાં ભાવનગરમાં 125 પોઝિટિવ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં ગત 26 માર્ચથી નોંધાયેલા કુલ કેસ 382 કેસના 32.72 ટકા થવા જાય છે. જુલાઈ માસમાં રોજના પોઝિટિવ  કેસની એવરેજ ભાવનગરમાં 20.83 કેસની થઈ ગઈ છે.

ભાવનગરમાં કોરાનાનો પોઝિટિવ કેસ તારીખ 26 માર્ચના રોજ સૌપ્રથમ નોંધાયો હતો. ત્યારબાદ એપ્રિલ, મે, જૂન અને જુલાઈ માસમાં થઈને અત્યાર સુધીના કુલ 103 દિવસમાં 382 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાં પણ છેલ્લા છ દિવસમાં જ 125 પોઝિટિવ કેસ ભાવનગરમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...