તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાવનગર કોર્પોરેશનની છેલ્લી 3 ચૂંટણી માત્ર દ્વિપક્ષીય બની રહી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2005,2010 અને 2015ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને જ બેઠકો મળી
 • શહેરમાં છેલ્લે ઇ.સ.2000માં સીપીએમ અને જનતાદળ (યુ) ને બેઠકો મળી હતી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે 21મી સદીમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર દ્રષ્ટિપાત કરીએ તો ભાવનગર મ્યુ. કોર્પોરશનમાં છેલ્લાં 15 વર્ષથી ચૂંટણી થઇ છે તેમાં ઇલેકશન જંગ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ યોજાયો છે અને આ બે મુખ્ય પક્ષોના જ પ્રતિસ્પર્ધીનો વિજય થયો છે. છેક ઇ.સ.2000ના વર્ષમાં યોજાયેલી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીપીએમ અને જનતાદળ(યુ)ના ઉમેદવારોનો વિજય થયો હતો ત્યાર બાદ 2005, 2010 અને 2015 એમ ત્રણ ચુંટણી યોજાઇ ગઇ તેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના એક પણ પક્ષ કે અપક્ષ ઉમેદવાર કોર્પોરેશનની ચૂંટણીમાં વિજયી થયા નથી.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.21મી ફેબ્રુઆરીએ મતદાન છે. તેમાં છેલ્લાં 25 વર્ષ દરમિયાન 5 ચૂંટણી થઇ છે તેમાં ઇ.સ.1995ની ચુંટણીમાં સીપીએમ અને 2000ના વર્ષમાં યોજાયેલી ચુંટણીમાં સીપીએમ અને જનતા દળ(યુ)ના ઉમેદવાર જીત્યા બાદ 2005,2010 અને 2015માં ચુંટણી માત્ર બે પાંખીયો જંગ જ બની રહી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો જીત્યા હતા. વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે ઇ.સ.1995થી આજ સુધીના 25 વર્ષ દરમિયાન 5 ચુંટણી યોજાઇ ગઇ તેમાં એક પણ અપક્ષ ઉમેદવાર ચુંટણીમાં જીત્યો નથી.

1995થી લઇને આજ સુધીમાં ચૂંટણીમાં સૌથી વધુ બેઠક ઇ.સ.1995ની ચુંટણીમાં ભાજપને 44 મળી હતી. જે રેકર્ડ છે. નો કોંગ્રેસને સૌથી વધુ 18 બેઠક ઇ.સ.2000 અને 2015ની ચુંટણીમાં મળી હતી.

છેલ્લી 5 ચૂંટણીના લેખાજોખા

ચૂંટણીભાજપકોંગ્રેસ

CPM

જનતાદળ(યુ)
199544610
2000271842
2005391200
2010411000
2015341800
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો