વાત વિકાસની:ભાવનગરમાં જેટકોના ઝોનનું મુખ્ય મથક હોવું આવશ્યક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેવલપમેન્ટ તથા વહીવટી કુશળતા માટે ચેમ્બર સહિત એસો. દ્વારા મંત્રી જીતુભાઇ સમક્ષ રજૂઆત
  • ધોલેરા-સર, રો-રો ફેરી અને કલ્પસર જેવી યોજનાઓ ભાવનગરની નજીક

અમરેલી જેટકો વીજ વર્તુળ કચેરીનું વિભાજન કરી નવી વર્તુળ કચેરી ભાવનગર ખાતે તેમજ રાજકોટ ઝોન કચેરીનું વિભાજન કરીને સૌરાષ્ટ્રમાં બીજી ઝોન ઓફિસનું મુખ્ય મથક ભાવનગર રાખવા બાબતે કેબિનેટ મંત્રી અને પ્રવક્તા જીતુભાઇ વાઘાણી સમક્ષ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સિહોર સ્ટીલ રી-રોલિંગ મીલર્સ એસો. તથા ભાવનગર ઇન્ડકશન .રનેસ એસો. દ્વારા રજૂઆત કરી તમામ પાયાના મુદ્દાઓ તેમજ ટેકનિકલ, ઔદ્યોગિક, પરિવહનની સરળતા (જળ, જમીન અને હવાઇ માર્ગ) તેમજ પ્રાદેશિક રીતે ભાવનગર ખાતે જેટકોનું મુખ્ય મથક વધારે આવશ્યક છે.

આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ધોલેરા સર, કલ્પસર યોજના અને રો-રો ફેરી સર્વિસ યોજના ભાવનગરની નજીક છે. ઉપરાંત ભાવનગર જિલ્લામાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ અને વ્હિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના થાય તે દિશામાં સક્રિય પ્રયત્નો થઇ રહ્યાં છે. આ તમામ યોજનાઓને ધ્યાને લઇએ તો ભાવનગરની પ્રજા માટે વીજ વર્તુળ કચેરી જરૂરિયાત સમાન છે.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ(જેટકો) ખાતે કુલ 3 ઝોનલ કચેરી રાજકોટ, મહેસાણા અને ભરૂચ છે તેમાં રાજકોટ ઝોનલ કચેરી હેઠળ અંજાર, અમરેલી, ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ છે. આ સંજોગોમાં વહીવટી કુશળતાને ધ્યાને લઇને રાજકોટ ઝોનલ કચેરીનું વિભાજન કરીને નવી ઝોનલ કચેરીનું મુખ્ય મથક ભાવનગર રાખો .

હાલ વર્તુળ કચેરી અમરેલી ખાતે કાર્યરત છે જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. હવે વિકાસ તેમજ નવા સબ સ્ટેશન, વહીવટી કુશળતા માટે ભાવનગર ખાતે નવી વર્તુળ કચેરીનું વડુ મથક રાખો. ભાવનગરમાં ડીઆરએમ (રેલવે) કાર્યરત છે. પીજીવીસીએલની ઝોનલ કચેરી તેમજ વર્તુળ કચેરી કાર્યરત છે. એક માત્ર જેટકોની કચેરી નથી તે બનાવવી અનિર્વાય થઇ ગઇ છે.

ભાવનગર એનર્જી કંપની, મધુ સિલિકા સોલાર પ્લાન્ટ, અઝુર સોલાર પ્લાન્ટ અને અન્ય મળીને વીજ જનરેશનના 600 મેગા વોટ પાવર ઉત્પાદનની ક્ષમતા છે. આમ છતાં હવે અમરેલી વર્તુળ કચેરીના વિભાજનની મંજૂરી મળી છે અને નવી વર્તુળ કચેરી બોટાદ ખાતે મંજૂર થવા જઇ રહી છે. ત્યારે ભાવનગર સૌરાષ્ટ્રના તમામ દરિયાઇ તટ માટે સાનુકૂળ છે, તમામ પ્રકારના પરિવહન માટે પણ અનુકૂળ છે. કર્મચારીઓને પણ ભાવનગર વધુ સરળ રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...