નિર્ણય:શિપ પરથી ગુમ થયેલા બે ક્રૂની તપાસ વિદેશમાં પણ ચલાવાશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલંગમાં આવેલા એમ.ટી. મેગાનો ક્રિષ્ના ક્રૂ ગુમ થયો
  • કેપ્ટને આપેલા નિવેદન મુજબ ક્રિષ્ના 4થી મેથી ગુમ છે

તાઇવાનથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નિકળેલા જહાજમાંથી એક ભારતીય ક્રૂ મેમ્બર ગૂમ થયો હોવાની ઘટનાની તપાસ અન્ય દેશો તરફ પણ લંબાવવામાં આવી છે. ઓઇલ, કેમિકલ ટેન્કર એમ.ટી. મેગા તાઇવાનના કાઓસુઆંગ પોર્ટ પરથી નિકળી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે આવવા તા.1 મેના રોજ નિકળ્યુ હતુ.

આ જહાજમાં બધુ સામાન્ય ઘટનાક્રમ મુજબ ચાલી રહ્યું હતુ. કેપ્ટને આપેલા નિવેદન પ્રમાણે જહાજમાં સામેલ ભારતના ઉત્તર પ્રદેશના બસ્તી શહેરના રહેવાસી ક્રિષ્નાભાઇ 4થી મેથી ગુમ થયો છે. અને આ સમયે જહાજ મધદરિયે હતુ. એમ.ટી. મેગા જહાજમાં ક્રિષ્નાભાઇ કૂક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તા.4થી મેથી જહાજના રસોયા ક્રિષ્નાભાઇ અચાનક ગૂમ થયા હતા.

આ જહાજના ચાલકદળના સભ્યો પૈકી એક તાઇવાનથી નિકળ્યા બાદ ગુમ થયો હોવાની બાબતો સપાટી પર આવી રહી છે અને તેના કારણે સંબંધિત સરકારી વિભાગોમાં પણ દોડધામ મચી છે. જહાજમાંથી ગુમ થયેલા ક્રૂ મેમ્બર ક્રિષ્નાભાઇને શોધવા શિપનો ખૂણે ખૂણો તમામ ક્રૂ મેમ્બરોએ ફેંદી માર્યો છે, છતા મળી શક્યો ન હતો. અલંગમાં એમ.ટી. મેગા જહાજ આવતાની સાથે જ સરકારી પ્રક્રિયાઓનો ધમધમાટ શરૂ થયો છે. ભાવનગર ઉપરાંત તાઇવાનમાં પણ જહાજમાંથી ગૂમ થયેલા ક્રૂ મેમ્બર અંગે તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ક્રૂ ગુમ થયાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...