તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ સ્મશાન વૈરાગ્ય સમાન છે

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના ભાવનગરને સપના બતાવાય છે
  • ભાષણના તબક્કામાંથી હજુ સ્ટેડિયમ યોજના બહાર નીકળી નથી

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ માટે વર્ષોથી વાતો ઉચ્ચારાઇ રહી છે, પરંતુ સ્ટેડિયમની યોજના હજુપણ ભાષણના તબક્કાથી આગળ ધપી શકી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ભાષણ આપતી વખતે ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું શમણું બતાવ્યા બાદ સ્ટેજ પરથી ઉતર્યા બાદ સ્મશાન વૈરાગ્યની જેમ બધુ ભુલી જવામાં આવે છે.ભાવનગરના અનેક ખેલાડીઓ ઇન્ટરનેશનલ, નેશનલ કક્ષાએ ઝળકતા રહે છે, પરંતુ ઘરઆંગણે તેઓના માટેની સવલતો ટાંચાની છે.

જ્યારે જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટોના ઉદ્ઘાટન અને સમાપન સમારોહ હોય છે ત્યારે સ્ટેજ પર માઇક સાથે ચીપકી ગયેલા નેતાઓ, પૂર્વ ખેલાડીઓ, સંસ્થાના હોદ્દેદારો ક્રિકેટ માટે ઇન્ટરનેશન કક્ષાનું સ્ટટેડિયમ બનાવવા માટે મોટા મોટા વાયદાઓ કરે છે. સંસદ, વિધાનસભાની ચુંટણીટાણે પણ નેતાઓ માટે યુવાવર્ગને આકર્ષવા ભાવનગરમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમની વાત હાથવગા હથિયારની જેમ હોય છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, નેતાઓ, એસોસિએશનના હોદ્દેદારો, સંસ્થાઓના અગ્રણીઓ પોતાના હોદ્દા, ખુરશી, પદ સંભાળવા માટે આવા મુદ્દા વારંવાર ઉછાળી અને યુવાવર્ગ તથા ભાવનગરની ખેલકૂદપ્રેમી જનતા સાથે મજાક કરે છે.

થોડા વર્ષો અગાઉ એરપોર્ટની બાજુમાં સ્ટેડિયમ માટે વાતો ચાલી, ત્યાંની જમીન અંગે વાંધાઓ આવતા, સીદસર, નારી રોડ જેવી જગ્યાઓ પર પણ નજર દોડાવવામાં આવી. સમયે સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોિઅશેન પણ ભાવનગરમાં અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની ઇચ્છા પ્રગટ કરે છે. પરંતુ આવા એસોસિઅેશન, નેતાઓ, સરકાર, હોદ્દેદારોના કાન આમળી અને સ્ટેડિયમ બનાવવાની દિશામાં આગળ ધપી શકાય તેવું નક્કર કામ અત્યારસુધી કોઇ કરી શક્યુ નથી.ભાવનગરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વાતો ખેલાડીઓ, ખેલકૂદપ્રેમી જનતા સાથે મજાક કરવા જેવી જ હજુ સુધી સાબિત થઇ રહી છે.

તમામ દ્રષ્ટિએ જવાહર મેદાન આદર્શ સ્થળ
ભાવનગરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે જવાહર મેદાન તમામ દ્રષ્ટિએ આદર્શ સ્થળ માનવામાં આવે છે. આ મેદાન શહેરની વચ્ચે છે, તેમાં આવવા જવા માટે જુદા જુદા વિસ્તારમાંથી પાંચ રસ્તાઓ સામેલ છે. મહાનગરપાલિકા, ગુજરાત અને કેન્દ્રમાં એક જ પક્ષની બહુમતી વળી સરકાર અને શાસન છે તેથી જવાહર મેદાન વાળી જગ્યામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે પ્રમાણિક પ્રયાસો કરવામાં આવે તો બધુ શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...