તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:અલંગના આંતરિક રસ્તા બિસ્માર 11 કિ.મી.માં ઠેર ઠેર ગાબડા પડ્યા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ નં.19ની સામે સતત પાણી ભરાઇ રહેતા હોવાની સમસ્યા
  • સામાન્ય વરસાદમાં કામદારો, રાહદારીઓને હાડમારીનો સામનો

પ્રતિ વર્ષ સરકારને કરોડો રૂપિયાના કરવેરા રળી આપતા અલંગના 11 કિ.મી.ના આંતરીક રસ્તાઓની ખખડધજ્જ હાલતથી કામદારો, રાહદારીઓ, વ્યવસાયકારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ લાંબા અંતર સુધીના રોડ બેટમાં પરિવર્તિત થઇ જાય છે, અને પાણીના નિકાલ, રસ્તાના લેવલિંગ માટે અત્યારસુધીમાં સતત ઉપેક્ષા સેવવવામાં આવી રહી છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં.19ની સામેના ભાગમાં મુખ્ય રસ્તા પર શરૂઆતથી જ લેવલિંગની ખામી રહી ગઇ હોવાથી અને વરસાદી પાણીના નીકાલની કોઇ સવલત મુકવામાં આવી નહીં હોવાથી સતત આ રસ્તામાં પાણી ભરાયેલા રહે છે. અલંગનો આ ટુકડો સમગ્ર શિપબ્રેકિંગ વ્યવસાયમાં આવવા-જવા માટેનો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

સામાન્ય વરસાદમાં અથવા પાણીના વેડફાટ સમયે પણ અડધો કિલોમીટર સુધી રસ્તો પાણીમાં ગરકાવ થઇ જાય છે, અને મોટા વાહનો તેમાંથી પસાર થાય છે તો આજુબાજુથી પસાર થઇ રહેલા રાહદારીઓને ગંદા પાણીના છાંટા ઉડે છે.

અલંગમાં પ્રતિ દિન 25 હજાર કામદારો, જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા લોકો, સરકારી કચેરીઓના કર્મચારીઓની આવન-જાવન હોય છે, એ તેઓને રસ્તાના ખાડામાં ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. ખુદ ગુજરાત મેરિટાઇમ બોર્ડના કર્મચારીઓ પણ અહીંથી વારંવાર પસાર થતા હોવા છતા આ રસ્તાનું લેવલિંગ કે મરામત કરાવવાનું ધ્યાને આવતું નથી.

ત્રાપજ-અલંગનો 7 કિ.મી. રોડ 4 માર્ગીય બનશે
ત્રાપજથી અલંગ સુધીના 7 કિ.મી.નો રસ્તો ચાર માર્ગીય અને સીમેન્ટ કોંક્રિટનો બનાવવાની શરૂઆત થઇ ગઇ છે, અને તેના અંતર્ગત રસ્તાની બંને બાજુએ આવેલા વેપાર ધંઘાને આવશ્યક જમીનો છોડવા માટેની નોટિસો પાઠવી દેવામાં આવી છે અને જમીન અધિગ્રહણની કામગીરી ગતિમાં છે.

અન્ય સમાચારો પણ છે...