હવામાન:20.3 ડિગ્રી તાપમાન સાથે રાત્રે ઠંડીની તિવ્રતામાં ઘટાડો થયો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પવનની ગતિ 14 કિલોમીટર નોંધાઇ

ભાવનગર શહેરમાં શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે નજીવું ઘટીને 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાનનો આંક 24 કલાક અગાઉ 17.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું તે આજે એક જ દિવસમાં 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થયો હતો. શહેરમાં પવનની ઝડપ પણ ગઇ કાલની જેમ આજે 14 કિલોમીટર નોંધાઇ હતી.

રાજ્યમાં માવઠુ઼ થવાની સંભાવના
ગુજરાતમાં તા.17 થી 20 નવેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે.જેના કારણે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું પણ પડી શકે છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...