તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The Inseparable Link Between The Giant And The Controversy, The Issue Of The Transfer Of The Historic Warship To The Museum Has Been In Constant Controversy Since 2019.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાનુની દાવપેચ:વિરાટ અને વિવાદ વચ્ચે અતૂટ સંબંધ, સુપ્રીમ કોર્ટનો સ્ટે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલંગ યાર્ડના પ્લોટ નં.9માં લવાયા બાદ યુદ્ધ જહાજ વિરાટ 40% કપાઇ ગયુ, બોટમ સાવ તૂટી ગઇ
  • મ્યુઝિયમમાં તબદીલ કરવાના મુદ્દે ઐતિહાસિક યુધ્ધ જહાજ 2019થી સતત વિવાદો વચ્ચે રહ્યું છે

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાઇ રહેલું ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ વર્ષ 2019થી સતત વિવાદોની વચ્ચે રહ્યું છે, એમ પણ કહી શકાય કે વિવાદ અને વિરાટ વચ્ચે સાપેક્ષતા જોવા મળે છે. સૌથી લાંબો સમય (56 વર્ષ) યુધ્ધ જહાજ તરીકે ફરજ બજાવનાર આઇએનએસ વિરાટને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂકેલુ છે. 6 માર્ચ 2017ના રોજ વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યુ તુ. ત્યારથી આ જહાજને મેરિટાઇમ મ્યુઝિયમમાં તબદીલ કરવા માટેના અનેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. અંતે નેવીનું આ યુધ્ધ જહાજ ભાંગવા માટે વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2019માં ઓનલાઇન હરાજી યોજાઇ હતી, અને તેમાં સૌથી વધુ કિંમતની બોલી શ્રીરામ ગ્રુપ દ્વારા લગાવવામાં આવી હતી. બાદમાં નેવીની બેઝ પ્રાઇઝથી ઓછી કિંમત હોવાનું જણાવી હરાજી રદ્દ કરવામાં આવી હતી.

વિરાટ માટે પુન: ઓનલાઇન હરાજી યોજવામાં આવી હતી અને પુન: શ્રીરામ ગ્રુપ દ્વારા આ 18000 ટનના યુધ્ધ જહાજને 38.54 કરોડની કિંમતે ખરીદી લેવામાં આવ્યુ હતુ. તેના પર 12 કરોડની ડ્યુટી ભરી જહાજ અલંગ લાવવામાં આવ્યુ હતુ. 27મી સપ્ટેમ્બર 2020ના રોજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9માં વિરાટ બીચ કરાવવામાં આવ્યુ હતુ. જો કે આ જહાજ પ્લોટથી 3500 ફૂટ દૂર બીચ થયુ હતુ. દરમિયાન મુંબઇની એનવીટેક મરિન કન્સલટન્ટ પ્રા.લિ., દ્વારા વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા માટે મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલો સરકાર, અંતિમ ખરીદનાર વચ્ચેનો હોવાનું જણાવી રક્ષા મંત્રાલયના પટમાં દડો નાંખી દીધો હતો.

રક્ષા મંત્રાલય સમક્ષ પણ પત્ર વ્યવહાર સાથે જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવા અરજ કરવામાં આવી હતી, મંત્રાલયે ના-વાંધા પ્રમાણપત્ર આપવા અંગે અસમર્થતા વ્યક્ત કરી હતી. બાદમાં બ્રિટનનું હાર્મિસ હેરિટેજ ટ્રસ્ટ મેદાનમાં આવ્યુ હતુ અને બ્રિટનના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાનને પત્ર લખી આ જહાજને મેરિટાઇમ મ્યુઝિયમમાં તબદીલ કરવા માટે પરત લઇ જવાની માંગ કરવામાં આવી હતી.

દરમિયાન શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વિરાટને એનઓસી આપવા માટે રક્ષા મંત્રાલયને પત્ર દ્વારા ભલામણ કરી હતી. તમામ બાબતોમાં નિષ્ફળતા મળી રહી હોવાથી એનવીટેક મરિન કન્સલટન્ટ મુંબઇ દ્વારા તા.3.11.2020ના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરવામાં આવી હતી. અને સુપ્રીમ દ્વારા તા.10.2.2021ના રોજ વિરાટ અંગે યથા સ્થિતિ જાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલના જણાવ્યા અનુસાર, હાલ જહાજ 40 ટકા જેટલું કપાઇ ચૂક્યુ છે, અને જહાજની બોટમ પણ તૂટી ગઇ છે. વિરાટના સ્ટે અંગે બુધવારે સાંજ સુધી અમોને કોઇ દસ્તાવેજ મળ્યા નથી. જો આવું હશે તો અમે પણ કાનૂની સલાહ લઇશુ.

વિવાદોથી શિપબ્રેકરોને થાય છે ભારે આર્થિક નુકસાન
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજો પર જૂના કેસોને કારણે, આવ્યા પછીના વિવાદોને કારણે એરેસ્ટ ઓર્ડર, સ્ટે ઓર્ડર સંબંધિત લોકો લઇ આવે છે. પરંતુ આવી ઘટનાઓને કારણે શિપબ્રેકરો કરોડો રૂપિયાના વ્યાજના ચકરડામાં ફસાઇ જાય છે. ન્યાયિક કેસોના નિકાલ થવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયગાળામાં જહાજ ભાંગવાનું અટકાવી દેવાય છે, અને શિપબ્રેકરોને કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો