તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ સફરે જહાજ:INS વિરાટ ખરાબ હવામાનને કારણે 18મીએ બપોરે નિકળશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ નેવલ ડોકયાર્ડમાંથી બહાર લાવવામાં વિલંબ
  • ટગ "સી ચીતા' દ્વારા વિરાટને ખેંચીને અલંગ ખાતેે લાવવામાં આવશે

સમગ્ર દેશની નજર જેના પર સ્થિર થઇ છે તે ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ બુધવારે તેની અંતિમ સફરે ભંગાવા માટે મુંબઇથી નીકળવાનું હતુ, પરંતુ ખરાબ હવામાનને કારણે હવે તા.18મી સપ્ટેમ્બરે નેવલ ડોકયાર્ડમાંથી નિકળશે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા ઓનલાઇન ઓકશનમાં 38.54 કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધુ છે, અને 18000 એલડીટી ધરાવતા આ જહાજને પૂર્વ નિર્ધારીત સમયપત્રક મુજબ બુધવારે મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી ટગ "સી ચીતા' દ્વારા ટોઇંગ કરીને અલંગની સફરે નીકળવાનું હતુ.

પરંતુ ખરાબ હવામાનને કારણે હવે તેને તા.18ના રોજ બપોરના સમયે નેવલ ડોકયાર્ડમાંથી બહાર લાવવામા આવશે. દરમિયાન અલંગ એન્કરેજ પર જહાજના આગમન બાદ વધુ વિલંબ ન સર્જાય તેના માટે કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબી અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા સંકલન સાધી અને ત્વરીત કામગીરી આટોપી શકાય તેના માટેની તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે.

બ્રાઝિલે તેનું યુધ્ધ જહાજ ભાંગવાનું રદ્દ કર્યુ
બ્રાઝિલનું 60 વર્ષ જૂનુ યુધ્ધ જહાજ સાઓ પાઓલો ભાંગવા માટે વેચવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. અને યુરોપીયન યુનિયનના માપદંડ પ્રમાણેની સવલતો ધરાવતા શિપબ્રેકિંગ યાર્ડને જ આ જહાજ વેચવાનું નક્કી થયું હતુ. સમગ્ર વિશ્વમાંથી 7 શિપબ્રેકરોએ બીડ ભરી હતી, તેમાંથી મેડિટરીયન શિપબ્રેકિંગને માન્યતા મળી હતી, પરંતુ કોઇ અકળ કારણોસર બ્રાઝિલ સરકાર દ્વારા તેઓના યુધ્ધ જહાજને ભાંગવા માટે વેચવાનું રદ્દ કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...