ચૂંટણીનો માહોલ જામ્યો:ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના જુદા જુદા વિસ્તારોમાં કાર્યાલયના ઉદ્ધાટન થઈ રહ્યા છે. જેમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમદેવાર જીતુ વાઘાણીના વરતેજ ખાતેના ચૂંટણી કાર્યાલયનું મહાનુભાવોના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું. જ્યારે કળિયાબીડ ખાતે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમદેવાર કે.કે.ગોહિલના કાર્યાલયનું ઉદ્વાટન કરાયું હતું.

ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આહવાન
જીતુ વાઘાણીએ 105-ભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં સમાવિષ્ટ વરતેજ વોર્ડના ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવી ભરોસાની ભાજપ સરકારના છેલ્લા 20 વર્ષના સુશાસન અને તેની યોજનાઓના અમલીકરણની યાદ તાજી કરાવી હતી. તેમજ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

ચૂંટણી પ્રચાર માટે દોડધામ શરૂ
ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે દોડધામ કરવામાં આવી રહી છે. જુદા જુદા વોર્ડમાં વોર્ડ વાઇસ બેઠકો શરૂ કરવામાં આવી છે અને જુદા જુદા સ્થળો પર પોતાના કાર્યાલયો ખોલી રહી છે, આ પ્રસંગે રામદેવસિંહ ગોહિલ, કાનભા ગોહિલ, પેથાભાઈ આહીર, હેમભા, શકિતસિંહ ગોહિલ તેમજ હિંમતભાઈ રાઠોડ સહિતના વરતેજ ગામના વિવિધ સમાજના આગેવાનોઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કળિયાબીડ ખાતે કૉંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનું ઉદ્ઘાટન
આ ઉપરાંત કળિયાબીડ ખાતે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમદેવાર કે.કે.ગોહિલના કાર્યાલયનું ઉદ્વાટન કરાયું હતું. કોંગ્રેસના પીઠ આગેવાનો દ્વારા કે.કે ગોહિલને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું, આ પ્રસંગે કૉંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, એડવોકેટ હિતેશ વ્યાસ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...