રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને પેનલટી વસુલ કરી રેગ્યુલાઈઝ કરી દેવાના નિર્ણય લેવાયો છે જેની સામે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક વર્ગ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા એન્જીનીયરો, આર્કિટેકો અને બિલ્ડરોમાંથી 90 ટકાથી વધુ લોકો અનેક મુશ્કેલી વચ્ચે પણ નિયમોનું ચુસ્ત પાલન કરે છે. નિયમોનું પાલન કરનારા આ લોકોના જણાવ્યા મુજબ નજીવો દંડ લઈ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી આપવાનુ કૃત્યએ નિયમનું પાલન કરનાર લોકોના અપમાન સમાન છે.
બાંધકામના નિયમો સુરક્ષા અને નગરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખી બનાવેલા હોય છે. અગાઉ 2011 પહેલાના બાંધકામોને પેનલ્ટી વસુલ કરી બાંધકામો કાયદેસર કરી આપેલ છે અને અમુક કિસ્સાઓમાં વપરાશકારોને નુકશાન પહોંચે તે રીતે પણ બાંધકામ કાયદેસર કરી દીધેલ છે. પાર્કિંગ ફાયર, રસ્તાઓ મોટા કરવા, અવકાશી પરિવહન સહિતની બાબતોને આ ઈમ્પેક્ટ ફી થી કાયદેસર થયેલા બાંધકામો અસર કરશે આ સંજોગોમાં આ અંગે ફેર વિચારણા કરવી જરૂરી છે.
આ કાયદો નુકશાન કારક છે
ઈમ્પેક્ટ ફીના ફરી આવેલા આ નિયમથી નિયમોનું પાલન કરનારા લોકોને અન્યાય થશે લોકોની સુરક્ષા અને સુખાકારી સામે જોખમ ઉભુ થશે અને ખોટુ કરનારને પ્રોત્સાહન મળશે માટે આ માટે ફેર વિચારણા જરૂરી છે.> એન્જી.વિજય પારેખ, કન્સલ્ટીંગ સિવિલ એન્જીનીયર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.