1885માં ભાવનગરમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ શામળદાસ આર્ટસ કોલેજની સ્થાપના થયા બાદ ગાંધીજી આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ ભાવનગર માટે ગૌરવની વાત છે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સૌભાગ્યની વાત એ છે કે આ જ કોલેજમાં સમગ્ર ભારતમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્રની સૌ પ્રથમ 2016માં આ શામળદાસ કોલેજમાં શીખવાની શરૂઆત થઈ હતી તેમજ હવે આ કોર્સ જેનો આરંભ ભાવનગર યુનિવર્સિટીથી થયેલો તે કાશ્મીરથી લઇને કર્ણાટક સુધીની 17 યુનિવર્સિટીમાં ભણાવાઇ રહ્યો છે.
આમ, ભાવનગરથી શરૂ થયેલી સ્વચ્છતાના સમાજશાસ્ત્રની યાત્રા દેશભરમાં ફેલાઇ છે. 2018માં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ રાજ્ય સ્તરે ભાવનગરમાં એક સ્વચ્છતાના સમાજશાસ્ત્રનો સેમિનાર યોજવામાં આવ્યો આ સેમિનાર સુલભ, શામળદાસ કોલેજ સમાજશાસ્ત્ર વિભાગ અને ભાવનગર યુનિવર્સિટીના સહયોગી હતા.
2018માં અમદાવાદમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર અંગે એક પ્રિનેશનલ સેમિનાર થયો અને નેશનલ સેમિનારમાં ગુજરાતનાં તત્કાલિન રાજ્યપાલ અધ્યક્ષ પદે હતા જેમાં સમગ્ર દેશમાથી વિદ્વાન પ્રોફેસર્સ દ્વારા આ વિષય સંદર્ભે સંશોધન પેપરો રજૂ થયા હતા ભારતની વિવિધ 21 જેટલી યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સ્વચ્છતાના સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ પૂર્ણ અને અંશતઃ શીખવવામાં આવે છે.
400 સમાજશાસ્ત્રીઓમાંથી પ્રો.વાઘેલાની પસંદગી
સમગ્ર રાષ્ટ્રમાં ગામે ગામે અને ઘરે ઘરે શૌચાલયના નિર્માણ માટે નીતિને ઘડી તેના અમલીકરણ માટે અભિયાન શરૂ કર્યા બાદ સુલભ ઇન્ટરનેશનલ સર્વિસીસ દ્વારા ભાવનગરની એમકેબી યુનિ.ના શામળદાસ આર્ટસ કોલેજના પ્રો.ડો.અનિલભાઇ વાઘેલાને સોશિયોલૉજી ઓફ સેનિટેશન અંગે પોતાના વિચારો રજૂ કર્યા બાદ 400 સમાજશાસ્ત્રીઓ પૈકી તેમની પસંદગી થઈ હતી અને તેમના પુસ્તકો ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયા તે બદલે ડો.વાઘેલાનું રૂા.2 લાખ અને ગોલ્ડ મેડલ આપી તેમજ શૌચાલય વિષયને સ્નાતક ક્ષેત્રે અભ્યાસક્રમમાં દાખલ કરાયા હતા.
કઇ રીતે આ કોર્સનો આરંભ થયેલો ?
સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસીસ ન્યૂ દિલ્હી દ્વારા 2012માં દિલ્હી ખાતે સ્વચ્છતાના સમાજશાસ્ત્ર અંગે નેશનલ સેમિનાર યોજાયો હતો તેમાં ભાવનગર યુનિ.ના શામળદાસ કોલેજમાંથી મેં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષય સંદર્ભે અભ્યાસક્રમ રજૂ કર્યો હતો ડો.નીલ રતનજીના સહયોગ દ્વારા મને સ્વચ્છતાના સમાજશાસ્ત્રનુ પુસ્તક લખવાનું આમંત્રણ અપાયું હતુ.
2016 થી આ વિષય સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ વિષયને અભ્યાસક્રમમાં સ્વીકૃતિ આપીને સૌ પ્રથમ શામળદાસ આર્ટસ કોલેજમાં મેં એક વિષય તરીકે અભ્યાસનો આરંભ કરાવ્યો હતો. - પ્રો.ડો.અનિલ વાઘેલા, ઇતિહાસ વિભાગ, શામળદાસ કોલેજ, એમકેબી યુનિ.
યુનિવર્સિટી અને તેમાં યુજી-પીજી કક્ષાએ કોર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.