તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પતિએ શ્યૂસાઇડનોટ લખી પત્નિને આપી મારી નાખવાની ધમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય
  • ભાવનગરમાં સાસરૂ અને સુરતમા પિયર ધરાવતી મહિલાએ પતિ,સસરા,સાસુ સામે કરી પોલીસ ફરિયાદ

લગ્નના ચાર માસ પછીથી આજદિન સુધી પતિ,સસરા અને સાસુએ એક બીજાની મદદગારી કરી દહેજ બાબતે મેણા ટોણા મારી પતિએ અન્ય સ્ત્રી સાથેના આડા સબંધમાં અને સટ્ટા,જુગારમા દેવુ કરેલ તે ચુકતે કરવા પત્નીના માતા પિતા પાસે દહેજ પેટે રૂપિયાની માંગણી કરી પત્નિને શારીરીક માનસીક ત્રાસ આપી પોતે શ્યુસાઇડ નોટ લખી મરી જશે. તેમ કહી પત્નીને મારી નાખવાની ધમકી આપી પત્નિને ભરુચ ખાતે તરછોડી ચાલી ગયેલ છે.

સુરત ખાતે રહેતા પ્રિયાબેન ના લગ્ન તા.19/1/2019 નાં રોજ ભાવનગર ખાતે રહેતા વિવેક ઇતેશભાઇ ભ્ટ્ટ સાથે જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્નના ચાર માસ પછીથી પતિ,સાસુ,સસરાએ તેણીને દહેજ લાવવા બાબતે મેણા ટોણા મારી પોતે શ્યૂસાઇડ કરી લેશે તેમ કહી પત્નિને જાણવા મળેલ કે તેમના પતિ વિવેકને છેલ્લા ચાર વરસથી ભાવનગર ખાતે રહેતી નમી ચૌહાણ નામની યુવતિ સાથે અફેર છે. અને ચાર વરસના પ્રેમ સબંધ દરમ્યાન તેણી પાછળ લાખો રુપિયા વાપરી પતિએ 8 લાખ રુપીયાનુ દેવુ કરી નાખેલ. અને તે રકમ લેવા અનેક લોકો વારંવાર ઘરે આવતા અને પતિને ગાળો આપી અનેકવાર માર પણ મારેલ છે.આ મામલે વિવેકના પિતા ઇતેશભાઇ ધીરજલાલ ભટ્ટ તેમજ સાસુ ભારતીબેનને પણ જાણ હોવા છતા તેઓ તેમને કશુ કહેતા નહી.

પતિને સટ્ટો રમવાની અને જુગાર રમવાની પણ આદત હોય થયેલ દેવુ ચુકવવા માટે પત્નીને તેમના પીતા પાસેથી રુપિયા લઇ આવવા પતિ દ્વારા અનેકવાર દબાણ કરાતુ. અને પતિ વિવેક શ્યૂસાઇડ નોટ લખી મરી જવાની પણ ધમકી આપતા હતા. અને જો તેના પિતા પાસેથી રુપિયા ન લાવેતો તેણીને મારી નાખવાની ધમકી આપતા હતા.બાદમા તેઓ ભરૂચ ખાતે રહેવા ગયેલ.ત્યા પણ પતીએ તેમની પત્નીના નામે રૂ. 80,000 નુ દેવુ કરતા લોકો ઘરે ઉઘરાણીએ આવ્યા ત્યારે પત્નીને જાણ થયેલ. તે વખતે પણ વિવેકને લેણદારોએ મારમાર્યો હતો.બાદમા પતિ તેણીને ભરૂચ ખાતે એકલી મુકી ભાવનગર ચાલી ગયેલ અને શ્યૂસાઇડ નોટ લખતા ગયેલ.ફરિયાદીના પિતાએ અગાઉ જમાઇનુ દેણુ ચુકવવા બે લાખ રૂપીયા આપેલ. છતા દહેજની માંગણી અને ધમકી આપવાનુ પતિ વિવેકે શરુ રાખ્યુ હતુ. અંતે આ મામલે મહિલાએ તેના ભાવનગર ખાતે રહેતા પતિ અને સાસુ,સસરા વિરૂધ્ધ સુરત મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો