રજૂઆત:વાવાઝોડાથી મીઠું પકવતા 250થી વધુ અગરો ધોવાયા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહત આપવા મેન્યૂફેકચર મંડળ દ્વારા રજૂઆત

રાજૂલા અને જાફરાબાદ પંથકમાં મીઠું પકવતા અંદાજિત 250થી વધુ અગરોને વાવાઝોડાથી ભારે નુકશાન થયું હોય અગરોને રાહત પેકેજ ફાળવણી કરવા મેન્યૂફેકચર મંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. સોલ્ટ વર્ક્સ અને નાના અગરીયાઓ કરોડો નૂકશાન સર્વે કરી રાહત આપવા માંગ કરાઇ છે.

રાજૂલા જાફરાબાદ મીઠું પકવતા અગરો છે જેમાં વાવાઝોડાથી પકવેલું મીઠું ધોવાયું છે અને વ્યાપક નુકશાન થયું છે. અગરોમાં વીસ હજાર લોકો રોજી છે. આઠમાસ અગરો પોતાના ઘર હોય છે. 15 હજાર મજૂર અન્ય ભાવનગર દહેજ ભરૂચ સૂરતના કચ્છમાં મજૂર કામ સાથે જોડાયેલા છે દરિયાકાંઠાના ચાંચ ખેરા, સમઢીયાળા, વિસલીયા, કથીવદર, પીપાવાવ, ભેરાઇ, કડીયાળી, વિકટર, દાતરડી, જાફરાબાદ, કડીયાળી, ધારાબંદર સહિત અનેક ગામો મીઠું કારખાનાઅગર આવેલ હોય રાહત આપવા માટે મીઠા ઉધોગના કમિશનર તથા નાયબ મૂખ્ય મંત્રી નિતીન પટેલ સમક્ષ વિસ્તૃત રજૂઆત સોલ્ટ મંડળ દ્વારા આગેવાનો શામજીભાઈ ચૌહાણ તથા કાનજીભાઈ ચૌહાણે કરી હતી. રાજૂલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી એ વિસ્તૃત રજૂઆત વડાપ્રધાન, મુખ્ય મંત્રીને રજૂઆત કરીને રાહત માંગ કરી છે.

મીઠાના નાનામાં નાના ગરીબ અગરને એક લાખ અને દસ એકર અગરને અઢીથી ત્રણ લાખનું, મોટા ક્મિશ્નર 30થી 50 લાખની નુકશાન થયું છે. કંપનીના અગરોને કરોડો નુકશાન થયું છે ચાલીસ હજાર ટન મીઠું કંપનીઓનું બેથી અઢી લાખ ટન નમક ધોવાયું છે.

અન્ય સમાચારો પણ છે...